ETV Bharat / bharat

પંજાબમાં પ્રવેશતા પહેલા ઈ-નોંધણી આવશ્યક, આ સૂચનાઓનું પણ કરવું પડશે પાલન

પંજાબ સરકારે લોકોને સલાહ આપી છે કે, પંજાબમાં પ્રવેશવા માટે લોકોએ પહેલા કોવા પંજાબ એપ્લિકેશન અથવા વેબલિંક દ્વારા નોંધણી કરાવવી પડશે.

પંજાબમાં પ્રવેશતા પહેલા ઇ-નોંધણી આવશ્યક
પંજાબમાં પ્રવેશતા પહેલા ઇ-નોંધણી આવશ્યક
author img

By

Published : Jul 6, 2020, 6:58 PM IST

ચંડીગઢ: અન્ય રાજ્યોમાંથી પંજાબ આવતા લોકોને સોમવારની મધ્યરાત્રિથી રાજ્ય સરકારના વેબ પોર્ટલ અથવા 'કોવા પંજાબ' મોબાઇલ એપ પર નોંધણી કરાવવી ફરજીયાત છે. આ સિવાય એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય બહારથી આવેલા લોકોએ 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન થવું પડશે.

સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવાર મધ્યરાત્રિથી તમામ પ્રવાસીઓ માટે ઇ-નોંધણીની પ્રક્રિયા ફરજિયાત કરી દેવામાં આવશે . પ્રવાસીઓ તેમની સગવડ પ્રમાણે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ પોતાની નોંધણી કરાવી શકે છે "

રાજ્ય સરકારે લોકોને સલાહ આપી છે કે પંજાબમાં પ્રવેશતા અને યાત્રા શરૂ કરતા પહેલા કોવા પંજાબ એપ્લિકેશન અથવા વેબલિંક દ્વારા નોંધણી કરાવવી ફરજીયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇ-નોંધણીનો હેતુ એ છે કે સરહદ પર સ્થિત ચેકપોઇન્ટ પર ભીડ અને લાંબી કતારોનો સામનો પ્રવાસીઓને ન કરવો પડે તેથી સરકારે આ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે 3 જુલાઈએ માર્ગ, રેલવે અથવા વિમાન દ્વારા પંજાબમાં પ્રવેશ કરનારાઓને નોંધણી કરવાની સલાહ આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રવાસીમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળે તો બોર્ડર ચેક પોસ્ટ પર તૈનાત આરોગ્ય કર્મચારી પ્રવાસીને માર્ગદર્શન આપશે.તેમાં વધુમાં જણાવ્યું છે કે, "જે પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણ નથી તેમને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન થવું ફરજીયાત છે."

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોમ કોરોન્ટાઇન દરમિયાન, તેમણે દરરોજ 112 પર ફોન કરીને અથવા કોવા પંજાબ એપ્લિકેશન દ્વારા તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જણાવવાનું રહેશે. લોકોને કોરોના વાઇરસ સંબંધિત માહિતી આપવા માટે રાજ્ય સરકારે કોવા પંજાબ (કોરોના વાઇરસ ચેતવણી) એપ્લિકેશન તૈયાર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.