મળતી વિગતો મુજબ, શુક્રવાર બપોરે દિલ્હીની પરિસ્થિતીને જોતા પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે તેમજ પોલીસ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
નાગરિકતા સંશોધન કાયદા સામે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન અનેક હિંસક ઘટનાઓ પણ બની હતી.
અધિકારીઓએ જણાવ્યુ કે, સ્વરાજ અભિયાનના વડા યોગેન્દ્ર યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. કેન્ડલ માર્ચ કરવાનો પ્રયત્ન કરનાર પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં બે વિરોધ પ્રદર્શન થયા હતા. એક વિરોધ વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે બીજો વિરોધ ડાબેરી પક્ષો દ્વારા કરાયો હતો.