અલીગઢઃ અલીગઢની દીનદયાળ સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના ડૉક્ટર પર 28 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે.
યુવતી ગાઝિયાબાદમાં એક બેન્કમાં નોકરી કરે છે. ગાઝિયાબાદમાં કોરોના હોવાની પુષ્ટિ થતાં અલીગઢના દીનદયાલ ઉપાધ્યાય જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 19 જુલાઈથી આ યુવતી હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ડોક્ટર મહિલાનું ચેકિંગ કરવાના બહાને મોડી રાત્રે મહિલા વોર્ડમાં ગયો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. તે જ સમયે, જ્યારે યુવતિના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારે હોસ્પિટલના વહીવટી તંત્રમાં હંગામો થયો હતો. પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લા હોસ્પિટલની અંદર દુષ્કર્મનો આ પહેલો કેસ છે. હોસ્પિટલના ડૉક્ટરે કોરોના પોઝિટિવ દર્દી સાથે આ કુકર્મ આચર્યું હતું. આ બાતમી પર પોલીસ અને એસીએમ રણજિતસિંહ જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તપાસમાં ઘણા કલાકો વિતાવ્યા હતા. પોલીસ દળ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. હોસ્પિટલના સત્તાધીશો આ કેસ અંગે કંઈ કહેવા તૈયાર નહોતા. જ્યારે પીડિતાના પરિવારજનોએ કવાર્સી પોલીસ સ્ટેશનમાં લેખિત માહિતી આપી હતી. જેથી મામલો સામે આવ્યો હતો.
જિલ્લા એસપી અરવિંદ કુમારે જણાવ્યું કે, હોસ્પિટલની અંદર દુષ્કર્મનો કેસ છે. ભોગ બનનારી યુવતીની ફરિયાદ પરથી પોલીસ સ્ટેશન ક્વાર્સીમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ ડોક્ટરની પૂછપરછ કરી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ સમગ્ર કેસની તપાસ સીએમઓ ભાનુ પ્રતાપસિંહ કલ્યાણીને સોંપી છે. આ સાથે જ પોલીસ પીડિતાની પણ પૂછપરછ કરી રહી છે, પીડિતાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.