ETV Bharat / bharat

અસંમતિનો પત્ર રાહુલ સામેનું ષડયંત્ર : સંજય નિરુપમ - સંજય નિરુપમ

કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણીની માગણી કરતો અસંમતિનો પત્ર એ રાહુલ ગાંધી સામેનું ષડયંત્ર છે અને આવી કવાયત કરવાથી પક્ષમાં ભાગલા પડી શકે છે તેમ વરિષ્ઠ નેતા સંજય નિરુપમે વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીને એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું.

Dissent letter was conspiracy against Rahul Gandhi', Sanjay Nirupam
અસંમતિનો પત્ર રાહુલ સામેનું ષડયંત્ર : સંજય નિરુપમ
author img

By

Published : Aug 31, 2020, 9:32 PM IST

Updated : Aug 31, 2020, 9:44 PM IST

કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણીની માગણી કરતો અસંમતિનો પત્ર એ રાહુલ ગાંધી સામેનું ષડયંત્ર છે અને આવી કવાયત કરવાથી પક્ષમાં ભાગલા પડી શકે છે તેમ વરિષ્ઠ નેતા સંજય નિરુપમે વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીને એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું. અંશો:

પ્રશ્ન- કૉંગ્રેસમાં અત્યારે નેતૃત્વનો મુદ્દો કેમ ચર્ચાઈ રહ્યો છે?

નેતૃત્વનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કારણકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું. રાહુલજીએ એક વલણ લીધું કે તેઓ હવે પદ પર ચાલુ રહેવા માગતા નથી અને તેમણે સૂચવ્યું કે ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિએ પક્ષનું નેતૃત્વ કરવું જોઈએ. તે વ્યક્તિને શોધવાની કવાયત ચાલી રહી છે. દરમિયાનમાં સોનિયા ગાંધીને વચગાળાનાં પ્રમુખ નવા માટે અનુરોધ કરાયો. તે પછીથી નવા કૉંગ્રેસ પ્રમુખ કોણે બનવું જોઈએ તેની ચર્ચા ચાલી રહી છે.

પ્રશ્ન- કેટલાક વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓએ તાજેતરમાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો અને માગણી કરી કે પક્ષના પૂર્ણકાલીન અધ્યક્ષ હોવા જોઈએ અને આંતરિક ચૂંટણીઓ યોજાવી જોઈએ. તમે તેને ષડયંત્ર કહ્યું છે. કેમ?

આ મુદ્દે કોઈ સમસ્યા નથી. કોઈ પણ કામ કરતા રાજકીય પક્ષની ગાડી ચલાવવા પૂર્ણકાલીન અધ્યક્ષ તો જોઈએ જ. તે સારી બાબત છે. પરંતુ અહીં હું સ્પષ્ટ કરવા માગું છું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ દ્વારા લખાયેલો ઉક્ત પત્ર કૉંગ્રેસ અને ગાંધી પરિવારને અસ્થિર કરવાના ષડંત્રનો ભાગ છે. રાહુલ ગાંધી સામે આવાં ષડયંત્રો ભૂતકાળમાં પણ કરવામાં આવ્યાં હતાં. તે પક્ષના કેટલાક નેતાઓનાં દિલ્લીનાં નિવાસસ્થાનોમાં અને કાર્યાલયોમાં ઘડાયાં હતાં. અસંમતિના પત્રમાં આ ષડયંત્રની ગંધ આવે છે. પક્ષના કાર્યકર્તા તરીકે, એ મારો મત છે કે આવી કોઈ ચૂંટણી અત્યારે યોજાવી ન જોઈએ.

પ્રશ્ન- પરંતુ શા માટે?

કારણકે, મને લાગે છે કે આવી ચૂંટણીથી અનેક જૂથો પડશે અને તેના લીધે પક્ષના નેતાઓ વચ્ચે કડવાશ આવશે અને તેનાથી દુશ્મનાવટ વધી શકે છે જેના લીધે કૉંગ્રેસ પક્ષમાં ભાગલા પડી શકે છે. મને ડર છે કે આવી ચૂંટણીથી સત્તાની રમત શરૂ થશે અને પોતે બીજા નેતાઓ કરતાં ચડિયાતા છે તેવી રમત શરૂ થશે. સંગઠનમાં તેઓ કેટલું પ્રભુત્વ ધરાવે છે તેવું બતાવવા તેઓ માગી શકે છે. જ્યારે અમે બધાં ભેગા મળીને પક્ષને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા હોય ત્યારે આ (ચૂંટણી)ની અત્યારે કોઈ જરૂર નથી.

પ્રશ્ન- પરંતુ શું આંતરિક લોકશાહીની વાત કરવી તે ખોટો વિચાર છે?

કોઈ પણ લોકશાહી સંગઠનમાં અને પક્ષની અંદર ચૂંટણીમાં આંતરિક લોકશાહી હોવી જોઈએ. પરંતુ હું ટીકાકારોને પૂછવા માગું છું કે અન્ય કેટલા રાજકીય પક્ષો આવી કવાયત કરે છે. જે પક્ષો અમને પ્રશ્ન કરે છે તેમાં આવી કોઈ પ્રણાલિ નથી. હું એમ પણ પૂછવા માગું છું કે કૉંગ્રેસ કારોબારી સમિતિના કેટલા સભ્યોએ ચૂંટણી જીતી છે. તેમણે પક્ષને વિભાજિત કરે અને નબળો કરે તેવા મુદ્દાઓ ઉઠાવવાના બદલે મજબૂત વિપક્ષ તરીકે પક્ષને મજબૂત કરવો જોઈએ.

પ્રશ્ન- તો પછી, જો કૉંગ્રેસના પ્રમુખ પદ માટે અત્યારે સ્પર્ધા હોય તો શું તે રાહુલ ગાંધી વિરુદ્ધ જશે?

જુઓ, જો આવી કોઈ ચૂંટણી થાય તો હું તમને તેનું પરિણામ અગાઉથી જ કહી શકું છું. જો રાહુલજી સ્પર્ધામાં ઉતરે તો તેઓ સ્પષ્ટ રીતે જીતે જ. ભારતીય યુવા કૉંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા જેવી પક્ષની યુવા પાંખોમાં રાહુલજી એક માત્ર પસંદગી છે. તમે યુવા પાંખમાં જાવ અને અભિપ્રાય ચૂંટણી (ઑપિનિયન પૉલ) કરો, તમે પક્ષના મુખ્ય પ્રધાનો અને પક્ષના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં પૂછો કે તેઓ કોને કૉંગ્રેસના પ્રમુખ તીરેક જોવા માગે છે. તે જ વખતે, જો કોઈ આગ્રહ રાખે કે આવી કવાયત અત્યારે યોજાવી જોઈએ, તો નથી લાગતું કે તે પક્ષ માટે સારી હોય.

પ્રશ્ન- કૉંગ્રેસ અત્યારે સૌથી મોટા કયા પડકારનો સામનો કરી રહી છે?

છેલ્લા અઢાર મહિનાથી દેશમાં કાર્યકરોને ઉત્સાહિત કરી શકે તેવા પૂર્ણકાલીન નેતાનો અત્યારે અભાવ છે. કૉંગ્રેસ પક્ષમાં અનેક સમર્પિત કાર્યકરો છે પરંતુ તેઓ આજે વિખરાયેલા છે. આપણે તેમનામાં જોશ ભરવાની જરૂર છે. શાસક ભારતીય જનતા પક્ષ કૉંગ્રેસની સરખામણીમાં ઘણો મજબૂત બની ગયો છે. આપણે કૉંગ્રેસને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. એક વાર રાહુલજી પૂરી તાકાત સાથે પક્ષના વડા બની જાય તો તેઓ તેઓ દેશભરનો પ્રવાસ કરી કાર્યકરોને ઉત્સાહિત કરશે.

આ કેટલું ઝડપથી થઈ શકે?

૨૪ ઑગસ્ટે કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે છ મહિનાની અંદર અખિલ ભારતીય સ્તરે કૉંગ્રેસ સમિતિની બેઠક બોલાવાશે. મારા મતે માર્ચ-એપ્રિલ ૨૦૨૧ સુધીમાં નેતૃત્વ અને મહત્ત્વની સંસ્થાઓમાં ચૂંટણી સંબંધિત તમામ મુદ્દાઓનો ઉકેલ આવી જશે અને રાહુલ ગાંધી પક્ષના નવા પ્રમુખ બનશે.

- અમિત અગ્નિહોત્રી

Last Updated : Aug 31, 2020, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.