મુંબઈઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં મંગળવારે કોરોનાના 33 નવા કેસો નોંધાયા છે. આ સાથે કોરોનાનો કુલ આંક 665 પર પહોચ્યો છે.
આ સાથે જ ધારાવીમાં મૃત્યૂઆંક 20 પર પહોંચ્યો છે. કોરોના વાઈરસના નવા કેસ આંબેડકર ચૌલ, કુંભારવાડા, રાજીવ ગાંધી નગર, મદીના નગર, પીએમજીપી કોલોની, વિજય નગર, મુકુંદ નગર, સામાજિક નગર, ટાટા નગર સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.
મહત્વનું છે કે, ધારાવીમાં અત્યાર સુધીમાં 83,500 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.