ઉત્તર ભારત અત્યારે ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. બીજી બાજુ ધુમ્મસના કારણે નવી દિલ્હીમાં ટ્રેન અને હાવઈ મુસાફરીમાં અસર પડી રહી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જોરદાર ધુમ્મસના કારણે રાજધાનીમાં જ્યાં રવિવારે 13 ટ્રેન મોડી હતી. ત્યાં આજે(સોમવારે) 30 ટ્રેન મોડી ચાલી રહી છે. દિલ્હીના એરપોર્ટ પર પણ ઠંડીની અસર પહોંચી છે. ધુમ્મસના કારણે 3 વિમાનનો રસ્તો પણ બદલવો પડ્યો છે. જો કે, કોઈ ફ્લાઇટને રદ્દ કરવામાં આવી નથી.
ઉત્તર રેલવે વિસ્તારમાં દૃશ્યતા ઓછી હોવાના કારણે 30 ટ્રેન મોડી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઉત્તર ભારત આ સમયે ઠંડીની લપેટમાં છે. 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં ન્યૂનતમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું કે, આશા અનુસાર ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ તરફ હવા શરૂ થઇ છે અને આજથી શિયાળો અને કોલ્ડ વેવ ઓછો થવા માંડ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 14 ડિસેમ્બરથી જોરદાર ઠંડીનો પ્રકાપ શરૂ હતો અને રવિવારે સવારે શહેરનું ન્યૂનતમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે વર્ષના આ સમયના તાપમાન કરતાં 4 ડિગ્રી ઓછું છે.
દિલ્હીના અનેક વિસ્તારમાં અલગ-અલગ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. આયાનગરમાં 2.5 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ, પાલમમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ અને સફદરઝંગમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
સાંજે સરેરાશ મહત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં સામાન્ય તાપમાન કરતા પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
સોમવારે સવારે ધુમ્મસની સાથે દૃશ્યતા ઓછી થઇને 150 મીટરે આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી રાજ્યના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વરસાદ થઇ શકે છે.