નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં અનિશ્ચિતતા અને ઉદ્દેશ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, પાર્ટીને અસરકારક અને સક્રિય નેતૃત્વની જરૂર છે. આ વાત ભાર મૂકવો જોઇએ તેમ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું.
ઈટીવી ભારતે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કર્યો હતો, જેમાં કેટલાક નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે, તેઓએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટીમાં નેતૃત્વ બદલવાનો ઉલ્લેખ કર્યો છે અને હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ અંગે કોંગ્રેસના કોઈ પણ નેતાએ વાત કરવાનું ટાળ્યું હતું.
સોનિયા ગાંધીને લખાયેલા પત્ર અંગે કોંગ્રેસના જ એક પૂર્વ સાંસદે કહ્યું કે, 'આ પત્ર કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે. હું આ અંગે વિગતો આપી શકું નહીં.
તેમણે કહ્યું કે, આજે મળનારી CWCની બેઠકમાં આ ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.