ETV Bharat / bharat

દિલ્હી સ્પેશિયલ સેલે પૂર્વ JNU વિદ્યાર્થી ઉમર ખાલિદની ત્રણ કલાક કરી પૂછપરછ, મોબાઇલ કર્યો જપ્ત - ફોરેન્સિક તપાસ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો અંગે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શનિવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં તેનો મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

દિલ્હી સ્પેશિયલ સેલે પૂર્વ JNU વિદ્યાર્થી ઉમર ખાલિદની ત્રણ કલાક કરી પૂછપરછ, મોબાઇલ કર્યો જપ્ત

author img

By

Published : Aug 2, 2020, 5:12 PM IST

નવી દિલ્હીઃ ગત 6 માર્ચના રોજ SI અરવિંદને મળેલી સૂચના મુજબ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં હિંસા અને રમખાણો મુદ્દે FIR દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનાઓ એક પૂર્વયોજિત કાવતરાનો ભાગ હતી. JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, દાનીશ અને અન્ય લોકોએ વિવિધ સંગઠનો સાથે મળી ભડકાઉ ભાષણ કર્યા હતા અને લોકોને ઉશ્કેર્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત આગમન સમયે જ દિલ્હીમાં રમખાણો કરવા ઉમર ખાલિદ અને તેના સાથીઓએ ભડકાઉ ભાષણો દ્વારા લોકોને અપીલ કરી હતી કે ડોનાલ્ડ ટ્રંપ દિલ્હી આવે ત્યારે લોકોએ રસ્તા પર ઉતરી જઈ તેમનો વિરોધ કરવો જેથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બને કે ભારતમાં લઘુમતિઓ સાથે કેવો વ્યવહાર થાય છે.

આ FIR માં આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા UAPA એકટની કલમ લગાવવામાં આવી હતી અને ઉમર ઉપરાંત સફુરા ઝરગર, દાનિશ મીરાન હૈદર વગેરેની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ઉમર ખાલિદે 8 જાન્યુઆરીએ ખાલિદ સૈફી અને તાહિર હુસૈન સાથે શાહીન બાગમાં મુલાકાત કરી હતી અને "કૈંક મોટું કરવા તૈયાર રહેજો" તેમ કહ્યું હતું.

સ્પેશિયલ સેલે ઉત્તર પૂર્વ દિલ્હી ના રમખાણો ઉપરાંત જામિયા હિંસા મુદ્દે પણ ઉમર ખાલિદ ની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો પરંતુ તેનો મોબાઇલ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.