નવી દિલ્હી: તાહિર હુસેનને ત્યાં કામ કરતા ગિરીશ પાલ અને રાહુલ કસનાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનોમાં જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીના રોજ તે ખજુરી વિસ્તારમાં સ્થિત તાહિર હુસેનની ઓફિસમાં હાજર હતા. ચાર્જશીટમાં જણાવાયું છે કે, બપોરે તેમણે તાહિર હુસેનના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘણા લોકોને એકઠા થતા જોયા હતા અને તાહિર તેમની સાથે ખૂબ ગુપ્ત રીતે વાત કરી રહ્યા હતા. આરોપી શાહ આલમ, ઇર્શાદ આબીદ, અરશદ પ્રધાન લોકો સાથે અહીં હાજર હતા.
![દિલ્હી હિંસા: સસ્પેન્ડેડ AAP કાઉન્સિલર તાહિર હુસૈનના બે કર્મચારીઓ બન્યા મુખ્ય સાક્ષીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:58:28:1594398508_del-ndl-01-delhi-riots-two-vis-7201354_10072020210335_1007f_03469_968.jpg)
પોલીસે આ બન્નેને મુખ્ય સાક્ષી બનાવ્યા છે. બન્ને ત્યાંથી ભીડનો અવાજ સાંભળીને અને કાર્યાલયમાં માહોલ જોઈ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ગત મહિને તાહિર હુસેન અને અન્ય 14 લોકો સામે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી શાહ આલમ તે સમયે અલી સાથે હાજર હતો અને કેટલાક અન્ય લોકો હિંસામાં સામેલ હતા. હુસેન પણ સામેલ હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદીના અન્ય સાક્ષીએ જણાવ્યું હતું કે હુસેન તેના ઘરની છત પર પથ્થરો ફેંકી રહ્યો હતો અને તેની સાથે હાજર લોકોને સૂચના આપી રહ્યો હતો. જે પાર્કિંગની તરફ પત્થરો અને પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકત્વના કાયદાના સમર્થન અને વિરોધીઓ વચ્ચે હિંસા થયા પછી 24 ફેબ્રુઆરીએ કોમી અથડામણ થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.