રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત છે. એક તરફ ધુમ્મસનો કહેર વધતો જઇ રહ્યો છે તો બીજી બાજુ કોલ્ડ વેવનો કહેર છે. દિલ્હીના દ્રશ્યોને જોઈને એવું લાગે છે કે, જાણે ધુમ્મસે રાજધાનીને પોતાના લપેટમાં લઇ લીધી છે. શનિવારે રાજધાનીનું તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
શુક્રવારે 4.2 ડિગ્રી હતું તાપમાન:
આ અગાઉ શુક્રવારે 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગત થોડા દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. જો કે, લોકો છતાં પણ મોર્નિંગ વૉક માટે નીકળી રહ્યા છે. બહાર ફરવા માટે નીકળનારા લોકોનું કહેવું છે કે, સવારે તો સારૂ લાગે છે, પરંતુ વિઝિબિલિટી ઓછી છે.

ધુમ્મસથી ઢંકાયો ઈન્ડિયા ગેટઃ
ઠંડીનો કહેર એવો છે કે, જો તમે સવારે ઈન્ડિયા ગેટ તરફ જુઓ તો તે સંપૂર્ણ ધુમ્મસથી ઢંકાયેલો જોવા મળે છે. એવું લાગે છે કે, રાજધાની સફેદ ચાદરમાં લપેટાયેલી છે. ઠંડીના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાય ગયું છે. ગત વર્ષોની સરખામણી ચાલુ વર્ષ સાથે કરવામાં આવે તો, 1901 પછી દિલ્હીનો આ સૌથી ઠંડો ડિસેમ્બર છે. મતલબ આ વર્ષે ઠંડીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.