ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી હતી કે, હથિયારધારી આતંકી દિલ્હીમાં ઘુસ્યા છે. જૈશના કમાન્ડર અબુ ઉસ્માન કાશ્મીરમાં પોતાના સાથીઓને કહ્યું હતું કે દિલ્હીમાં મોટા બોમ્બ ઘમાકા થશે. અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના આંતકવાદીઓ ભારતમાં હુમલો કરી શકે છે તેવી ચેતવણી આપી હતી.
અમેરિકાએ કહ્યું છે કે, જો પાકિસ્તાન આંતકી સંગઠનો પર અંકુશ મુકે તો આ હુમલોઓને રોકી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 5 ઓગ્સ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરી હતી અને જમ્મુ અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા.
આતંકી હુમલાઓના ઈનપુટ મળ્યા પછી દિલ્હીના સીલમપુર, ઉત્તર પૂર્વ જિલ્લા, જામિયા નગર અને પહાડગંજના વિસ્તારોમાં રેડ પાડવામાં આવી છે. અત્યારે રેડ વિશે સ્પેશયલ સેલે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે.
આંતકી હુમલાના ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બધા જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવાના આદેશ આપ્યા હતા.