નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સુનંદા પુષ્કર મૃત્યુ મામલે આરોપી અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરની સુનંદા પુષ્કરના ટ્વીટને સંરક્ષિત કરતી માંગની અરજીની માંગ પર પ્રતિક્રિયા આપવા માટે દિલ્હી પોલીસને વધુ સમય આપ્યો છે. જસ્ટિસ મનોજ ઓહરીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.
8 જૂને હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. શશી થરૂરે પોતાના વકીલ વિકાસ પાહવા દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, કોર્ટમાં આ મોમલો પેન્ડિંગ છે ત્યાં સુધી સુનાંદા પુષ્કરના ટ્વીટને સાચવવા માટે ટ્વિટર ઇન્ડિયાને માર્ગદર્શિકા જાહાર કરવામાં આવે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુનંદા પુષ્કરના ટ્વીટ્સ આ મામલામાં ખૂબ મહત્વના છે, પરંતુ સુનંદા પુષ્કર જીવંત નથી અથવા ટ્વીટર એકાઉન્ટ નિષ્ક્રિય છે. તેવી સ્થિતિમાં ટ્વીટના ડિલીટ થવાની સંભાવના છે. જો આવું થાય તો શશી થરુરને તેની નિર્દોષતા સાબિત કરવાનો અધિકાર સમાપ્ત થશે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર ઈન્ડિયાની નીતિ અનુસાર, લાંબા સમય સુધી એકાઉન્ટ ધારકની નિષ્ક્રિયતા અથવા મૃત્યુની સ્થિતિમાં સંબંધિત વપરાશકર્તાનું ખાતું કાઢી નાખવામાં આવે છે. ટ્વિટર ભારતની આ નીતિ ઑનલાઇન ઉપલબ્ધ છે.
ગઇ 30 જાન્યુઆરીએ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કર દ્વારા કરેલી ટ્વીટ્સના રેકોર્ડ રાખવાની શશી થરૂરની માંગને નકારી કાઢી હતી.