ETV Bharat / bharat

દિલ્હી સરકાર દ્વારા 22 ખાનગી હોસ્પિટલ્સને આદેશ, બેડની ક્ષમતામાં વધારો કરવા જણાવ્યું - The capital is Delhi

કોરોના સંક્રમણના વધારાને કારણે દિલ્હી સરકારે 22 હોસ્પિટલ્સને કોરોના દર્દીઓની સારવાર માટે બેડની ક્ષમતામાં 20 ટકાનો વધારો કરવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી સરકાર
દિલ્હી સરકાર
author img

By

Published : Jun 10, 2020, 10:17 PM IST

Updated : Jun 10, 2020, 10:23 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને આ આંકડો 31 હજારને પર પહોંચી ગયો છે. આંકડાના વધારા સાથે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવારમાં બેડની અછત સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 22 ખાનગી હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે, કોરોનાની સારવાર માટે બેડની ક્ષમતામાં 20 ટકાથી પણ વધારે બેડની સંખ્યામાં વધારો કરવો જોઇએ.

દિલ્હી સરકાર દ્વારા 22 ખાનગી હોસ્પિટલોને આદેશ, બેડની ક્ષમતામાં 20 ટકાનો વધારો

1441થી વધીને 3456 થશે બેડની સંખ્યા

જે હોસ્પિટલોનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં એપોલો, બાત્રા, ફોર્ટિસ, બી.એલ. કપૂર, મહારાજા અગ્રસેન, વેંકટેશ્વર, સેન્ટ સ્ટીફન્સ અને હોલી ફૌમિલી જેવી હોસ્પિટલો સામેલ છે. આ તમામ હોસ્પિટલોમાં કુલ 7323 બેડ છે, જેમાંથી 1441 કોરોના દર્દીઓ માટે અનામત છે. પરંતુ દિલ્હી સરકારના નવા આદેશ બાદ હવે આ હોસ્પિટલોના 3456 બેડ પર કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

કોરોના એપમાં ખાલી રહેલા બેડની અપડેટ

આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ તમામ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો ખાતરી કરશે કે ખાલી રહેલા બેડ સહિતની તમામ માહિતી તાત્કાલિક અસરથી કોરોના એપ્લિકેશનમાં અપડેટ કરવામાં આવશે. અગાઉ દિલ્હી સરકારે તમામ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને 50 બેડની ક્ષમતાવાળા કોરોના દર્દીઓ માટે 20 ટકા બેડ અનામત રાખવા આદેશ આપ્યો હતો.

Last Updated : Jun 10, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.