નવી દિલ્હીઃ 28 ફેબ્રુઆરીના રોજ હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ ફેસબુક પોસ્ટ કરવાના આરોપ હેઠળ ઝફરૂલ ઇસ્લામની દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. 12 મેના રોજ હાઈકોર્ટે તેની ધરપકડ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે 22 જૂન સુધી ઝફરૂલ ઇસ્લામ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહી. 4 જૂને હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે તેનો જવાબ રજૂ કરી દીધો છે.
ઝફરૂલ ઇસ્લામના ફેસબુક પોસ્ટના વિરોધમાં તેને આયોગના અધ્યક્ષ પદેથી હટાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેની પોસ્ટ દ્વારા કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.