ETV Bharat / bharat

ખાનગી હોસ્પિટલ દ્વારા ચલાવાતી લૂંટ મામલે દિલ્હી હાઈકોર્ટ નહીં કરે હસ્તક્ષેપ, સરકાર લેશે નિર્ણય - દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે, ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓ પાસેથી લેવામાં આવતા બિલ પર લગામ લગાવવા માટે દાખલ કરેલી અરજીનો નિકાલ કરતા અરજદારોને સરકાર પાસે જવા કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ
author img

By

Published : Jun 12, 2020, 3:10 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે, ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓ પાસેથી લેવામાં આવતા બિલ પર લગામ લગાવવા માટે દાખલ કરેલી અરજીનો નિકાલ કરતા અરજદારોને સરકાર પાસે જવા કહ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે કોર્ટ આ મુદ્દે કોઈ આદેશ આપી શકતી નથી.

આ અરજી વકીલ અમિત સાહની દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો સારવાર માટે કોરોના દર્દીઓ પાસેથી ઘણા પૈસા લે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે દર્દીઓને સારવારની જરૂર હોય અને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર હોય તેમને પૈસાના અભાવે હોસ્પિટલમાં એડમિટ કરવાનો ઇનકાર કરવામાં આવે છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલ મુજબ કોરોના દર્દીને બે થી ત્રણ બેડ વાળા રૂમમાં એડમિટ કરતા પહેલા ચાર લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જો તેને કોઈ ખાનગી રુમ જોઇએ તો તેણે પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

જો તેણે આઈસીયુમાં એડમિટ કરવું પડે તો તેણે આઠ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ પેકેજમાં રહેવા, ખાવા, ટેસ્ટિંગ દવાઓ અને અન્ય શુલ્કનો પણ સમાવેશ કરવામાં આવશે.પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકાર એ સિનિષશ્ચિત કરે કે ખાનગી હોસ્પિટલોને દર્દીઓ પાસેથી આવું બિલ ન વસૂલે અને પૈસાના અભાવે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની ના ન પાડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.