નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહામારી કોરોના વાઇરસ તેજીથી ફેલાઇ રહી છે. દિલ્હીમાં દરરોજ કોવિડ 19ના કેસમાં વધારો થઇ રહ્યો છે, જે વિશે સ્વાસ્થય પ્રધાન સત્યેન્દ્ર જૈને ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
1. સ્વાસ્થય પ્રધાન તરીકે દિલ્હીમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને તમે શું કહેશો?
- જુઓ, દિલ્હીમાં આજની તારીખમાં 2156 કેસ છે, બુધવારે 75 નવા કેસ સામે આવ્યા હતા અને 180 લોકો સ્વસ્થ થયા હતા. 47 લોકોના મોત થયા છે. તેને જોતા એક્ટિવ કેસ 1498 છે, જેમાં 27 લોકો ICUમાં અને 5 લોકો વેન્ટિલેટર પર છે.
2. પ્રાઇવેટ હોસ્પિટલને લઇને ફરીયાદ આવી રહી છે કે કોરોના વાઇરસના દર્દીઓને દાખલ કરવામાં આના-કાની કરી રહ્યા છે અથવા શું કોઇ શરત રાખી રહ્યા છે?
- કોરોના વાઇરસ માટે કેન્દ્ર સરકારે 3 કેટેગરી તૈયાર કરી છે.
1. આ પહેલી કેટેગરીમાં A સિપ્ટોમેટિક છે અથવા માઇલસિમ્ટમ્સ છે. તેવા લોકોને કોરોના કેયર સેન્ટરમાં રાખવાની જરુર છે.
2. બીજી કેટેગરી છે મોડરેટ સિમ્ટમ્સ. જેને ડેડિકેટેડ હેલ્થ સેન્ટરમાં રાખવાની જરુર છે.
3. ત્રીજી કેટેગરી છે સીરીયસ સિમ્ટમ્સ. તેને ડેડિકેટેડ હોસ્પિટલમાં રાખવાની જરુરિયાત છે.
જો ખાનગી હોસ્પિટલ વાત કરીએ તો દિલ્હીમાં 3 હોસ્પિટલ છે, જે થર્ડ કેટેગરીમાં આવે છે. 90 ટકા લોકોને ત્યાં એડમિટ કરવાની આવશ્યક્તા નથી. દિલ્હી સરકાર તરફથી 3 શ્રેણીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તેમની ફ્રીમાં સારવાર કરશે. ભલે તમે ગમે ત્યાંના હોય...
3. રૈપિડ ટેસ્ટ રાજસ્થાને પહેલા જ બંધ કરી છે, ICMRએ પણ ના પાડી છે, દિલ્હી સરકાર તેના પર શું સ્ટેન્ડ લેશે, કારણ કે, તમે કેન્દ્રથી મળેલી 42 હજાર કિટ ઉપરાંત તમારા તરફથી એક લાખ કિટ અલગથી મગાવવાની વાત કરી હતી.
- સેન્ટ્રલે જે અમને કીટ આપી છે, તેને અમે વેલિડેટ કરી રહ્યા છે. બે દિવસનો ટેમ્પરરી બૅન છે. જ્યાં અમે પણ એક લાખ કીટનો ઓર્ડર આપ્યો છે, તે પણ તે જ કંપનીની છે. જો કેન્દ્ર સરકાર તે કીટને વેલિડેટ કરશે તો અમે લઇશું, અથવા નહીં લઇએ.
4. દિલ્હીના હેલ્થ બુલેટીન પહેલા મરકજની કૉલમ હટાવવી અને ફરીથી તેની જગ્યાએ જોડાયેલા સ્પેશિયલ ઓપરેશનની કોલમને પણ દૂર કરવામાં આવી, આવું કેમ?
- મરકજની જે કોલમ છે, તેને દૂર કરવામાં આવી છે, કારણ કે, જે પણ મરકજ હતા તેનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લા એક અઠવાડિયાથી કોઇ કેસ સામે આવ્યા નથી. તો તે કોલમને પણ ખાલી રાખવાનો કોઇ મતલબ નથી. તેથી તેને પણ દૂર કરવામાં આવી છે. જેને સ્પેશિયલ ઓપરેશન હેઠળ મરકજથી રેસ્કયુ કરવામાં આવ્યા હતા, તે લગભગ 1080 લોકો પોઝિટિવ આવ્યા હતા. હવે છેલ્લા એક અઠવાડિયાથી કોઇ કેસ સામે આવ્યા નથી, તેથી તેને દૂર કરવામાં આવી છે.