ETV Bharat / bharat

રાજદ્રોહના કાનૂન અંગે કેજરીવાલ સરકાર પણ ગેરસમજ: ચિદમ્બરમ

author img

By

Published : Feb 29, 2020, 3:36 PM IST

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કન્હૈયા કુમાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને આપવામાં આવેલી મંજૂરી અંગે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું છે કે, રાજદ્રોહના કાયદા અંગે દિલ્હી સરકારની ગેરસમજ છે.

Etv Bharat, Gujarati News, P Chidambaram News, Delhi News, Delhi Police
રાજદ્રોહના કાયદા અંગે કેજરીવાલ સરકારની ગેરસમજ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે શનિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું કે, કન્હૈયા કુમાર અને કેટલાક અન્ય લોકો સામે દેશદ્રોહના કેસની મંજૂરી આપવામાં આવી છે. જેથી રાજદ્રોહના કાયદા અંગે દિલ્હી સરકારની ગેરસમજ છે.

ચિદમ્બરે ટ્વીટ કર્યુ હતું કે, 'રાજદ્રોહના કાયદા અંગે દિલ્હી સરકારની સમજણ કેન્દ્રથી કંઇ ઓછી નથી.' તેમણે કહ્યું કે, 'હું ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ અને 120 બી હેઠળ કન્હૈયા કુમાર અને અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરીને નકારું છું.'

ખરેખરમાં દિલ્હી સરકારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને બે અન્ય લોકો પર દેશદ્રોહના કેસમાં કાર્યવાહી કરવા માટેની દિલ્હી પોલીસને મંજૂરી આપી દીધી હતી. પોલીસે 2016ના આ કેસમાં કુમારની સાથે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય સામે પણ ચાર્જશીટ દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.