નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ખાનગી દારૂની દુકાનો પણ ખુલશે. દિલ્હી સરકારના આબકારી ખાતાએ આદેશ આપ્યો છે કે, એલ-7 અને એલ -9 કેટેગરીની 66 ખાનગી દારૂની દુકાનો ખોલવામાં આવશે અને અહીં દારૂ વેચી શકાશે.
![દિલ્હીમાં 66 ખાનગી દારૂની દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ndl-01-private-liquor-shops-to-be-open-vis-7205761_23052020103328_2305f_00416_604.jpg)
સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં તે તમામ 66 દુકાનોની સૂચિ આપવામાં આવી છે અને તેમના માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
ઓડ ઈવેન લાગુ કરાશે...
આ આદેશમાં જણાવાયું છે કે, 23 મી મે, 2020 સુધી ખાનગી દારૂની દુકાનો ઓડ-ઇવનને આધારે સવારે 9 થી સાંજ 6:30 સુધી ખોલવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ દુકાનોને દૈનિક વેચાણ માટે સરકારને 70 ટકા વિશેષ કોરોના ફી પણ ચૂકવવી પડશે. આ તમામ દુકાનદારોએ દુકાનની આગળ સામાજિક અંતરનું કડક પાલન કરવું પડશે.
આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો આવનારા દિવસોમાં આમાંથી કોઈ પણ દુકાન કન્ટેનર વિસ્તારમાં મળી આવે તો તે તાત્કાલિક બંધ થઈ જશે. નોંધનીય છે કે, 4 મેના રોજ દિલ્હી સરકારે દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે માત્ર દારૂની સરકારી દુકાનો જ ખોલવામાં આવી હતી.
પહેલા જ દિવસે, દુકાનો પર ભારે ભીડને ધ્યાનમાં રાખીને, તે જ રાત્રે સરકારે દિલ્હીમાં દારૂ પર 70% વિશેષ કોરોના ફી લાદવાનો નિર્ણય લીધો હતો.