દિલ્હીની કોર્ટે પોતાની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુના મુદ્દે આરોપી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશ જવાની અનુમતિ આપી છે. વિશેષ કૉર્ટે અજય કુમાર કુહાડે થરૂરને 14 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દુબઈ જવાની ગુરૂવારે મંજૂરી આપી. થરૂરે અદાલતને જણાવ્યું કે, તેમને સર બાની યસ ફોરમ તરફથી બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું છે.
કૉર્ટે તેમને બે લાખ રૂપિયા જમા કરવાનો આદેશ કર્યો છે. શશિ થરુર પરત ફરે ત્યારે પાછા આપી દેવાશે. કૉર્ટે કહ્યું, 'થરૂરે ના તો પુરાવા સાથે ચેડા કર્યા ન તો સાક્ષીઓેને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમને આપવામાં આવતી મંજૂરીનો તેઓ નિયમોને વિરુદ્ઘ ઉપયોગ નહીં કરે.'
કૉર્ટે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ નેતા પોતાની યાત્રાનું વિસ્તૃત વિવરણ કૉર્ટમાં જમા કરાવશે. દિલ્હી પોલીસે તેમની અરજીનો એમ કહી વિરોધ કર્યો કે, કોંગ્રેસ સાંસદને જો વિદેશ જવાની પરવાગી અપાશે તો તે કૉર્ટની કાર્યવાહીથી બચવા વિદેશમાં જ રોકાઈ જશે. જેથી શરૂઆતી કાર્યવાહી દરમિયાન તેમને રાહત આપવાથી સુનાવણીમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે. શશિ થરૂરે ઓમાન જવાની મંજૂરી માંગી છે. જ્યાં તેઓ 16 ડિસેમ્બરે યોજાનારા એક વ્યાખ્યાનનું આમંત્રણ મળ્યું છે. ઉપરાંત તેમને પોતાના માતાના 80માં જન્મદિને આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે 28 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે અમેરિકા અને મેક્સિકોની યાત્રા માટે મંજૂરી માંગી છે.