દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે. આ સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ પ્રધાન પદના શપથ લીધા છે. અરવિંદ કેજરીવાલે ભારત માતાની જય, વંદે મારતરમ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, "આ મારી નહીં દિલ્હીની જનતાની જીત છે. હું વોટ આપનારા, નહીં આપનારા બન્નેનો મુખ્યપ્રધન છું. હું દિલ્હીની જનતાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરીશ."
આગળ વાત કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, હું બધું જ મફત કરીશ...! મિત્રો, આ દુનિયાની અંદર જે પણ કિંમતી ચીજો છે, ભગવાન તેમને મફતમાં આપે છે. માતા પોતાના બાળકોને પ્રેમ મફત જ હોય છે. જ્યારે પિતા બાળકોને ઉછેરવા માટે રોટલી ખાતો નથી, ત્યારે પિતાની તપશ્ચર્યા મફત જ હોય છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, શ્રવણ કુમાર જ્યારે માતાપિતા સાથે યાત્રાએ ગયો હતો અને જ્યારે તેમનું અવસાન થયું ત્યારે શ્રવણ કુમારની સેવા પણ મફત જ હતી. હું દિલ્હીવાસીઓને પ્રેમ કરું છું, દિલ્હીવાસીઓ મને પ્રેમ કરે છે, આ પ્રેમ પણ મફત જ છે. આની કોઈ કિંમત નથી.
શપથ લીધા પછી કેજરીવાલે કહ્યું કે, આજે તમારો દીકરાએ ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે. આ મારી નહીં પણ તમારી જીત છે. દિલ્હીની જનતાની જીત છે. દરેક માતા-બહેનોની જીત છે. છેલ્લા પાંચ વર્ષોમાં અમારો પ્રયાસ રહ્યો છે કે દિલ્હીના દરેક પરિવારના જીવનમાં ખુશી આવી શકે. દિલ્હીનો ઝડપથી વિકાસ થઈ શકે અને આગામી પાંચ વર્ષ પણ આ પ્રયાસ ચાલું રહેશે. ચૂંટણીમાં ઘણા લોકોએ AAP, BJP અને કોંગ્રેસને વોટ આપ્યો હતો. પરંતુ મેં આજે શપથ લીધા છે તો બધાનો મુખ્યમંત્રી છું. હું ભાજપ અને કોંગ્રેસ વાળાઓનો પણ સીએમ છું. પાંચ વર્ષમાં ક્યારેય કોઈને સાથે ખરાબ વર્તન કર્યું નથી.
આ કાર્યક્રમમાં કેટલાક મહત્વના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ટેનિસ ખેલાડી સુમિત નાગલ, દિલ્હીની સરકારી શાળામાં ભણીને IIT પરીક્ષા પાસ કરનારા વિજય કુમાર, શેરી ક્લિનિક ડૉક્ટર અલ્કા, બાઈક એમબ્યુલન્સ સેવા આપનારા યુદ્ધિષ્ઠિર રાઠી, નાઈટ શેલ્ટરમાં કેરટકર શબીના નાજ, બસ માર્શલ અરુણ કુમાર, સિગ્નેચર બ્રિઝના આર્કિટેક્ટ રતન જમશેદ બાટલીબોય અને મેટ્રો પાયટલ નીધિ ગુપ્તા સામેલ હતાં.
નોંધનીય છે કે, કેજરીવાલે શનિવારે મોડી સાંજે શપથગ્રહણ સમારોહ પહેલા જ પ્રધાન પદ હાંસિલ કરનારાઓ સાથે ડિનર મિટિંગમાં ભાગ લીધો હતો. ગત સરકારમાં પ્રધાન મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ આ બેઠકમાં સામેલ હતા.