ETV Bharat / bharat

એવું લાગે છે કે, આખી સિસ્ટમ જ નિષ્ફળ ગઈ છે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 4 દિવસ પછી મીડિયા સામે આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો હતો અને કામદારોની સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

arvind kejriwal
કેજરીવાલ
author img

By

Published : May 10, 2020, 3:39 PM IST

નવી દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદમાં પરપ્રાંતિય મજૂરોને સ્થળાંતર ન થવા અપીલ કરી હતી. કારણ કે, કોરોના વાઈરસના ચેપને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલા લોકડાઉનમાં મજૂરોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે. લોકડાઉન આજે અથવા કાલે સમાપ્ત થશે. તે પછી દરેકને નોકરી મળશે. દરેકના હિતમાં રહેશે કે, જેઓ જ્યા છે ત્યા જ રહે સરકાર તેમના માટે કાર્યરત છે.

મજૂરોને દુ:ખી જોઈને દુ:ખ થાય છે

કેજરીવાલે કહ્યું કે, તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં કામદારોનું સ્થળાંતર અટક્યું નથી. સોશિયલ મીડિયા પર તેના રિપોર્ટ જોઈને માલુમ પડે છે કે, કામદારોની સ્થિતિ દયનીય છે. પગમાં ફોલ્લાઓ છે, કેટલાક તેમના બાળકોને ખભા પર સેંકડો કિલોમીટર ચાલે છે, કેટલાક તેની માતાને ઉંચકીને ચાલી રહ્યા છે. આ આ બધું જોઈને ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે. એવું લાગે છે કે, આખી સિસ્ટમ જ નિષ્ફળ ગઈ છે.

કોઈ સરકારો કામ કરી રહી નથી. એટલા માટે તેઓ વિનંતી કરે છે કે, દિલ્હીમાં ગમે તે મજૂરો હોય, તેઓ કોઈ પણ રાજ્યમાંથી આવતા હોય, ત્યાં જ રોકાઈ જાવ. દિલ્હી સરકાર તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહી છે. લોડાઉન પૂરું થયા બાદ તેમને કામ પણ મળશે. મજૂરો માટે સરકાર ઘરે જવાની વ્યવસ્થા કરી રહી છે.

વિપક્ષોના પ્રશ્નો ખોટા છે

સરકાર વિપક્ષ દ્વારા કોરોના સામે લડતા લડવૈયાઓ અને અન્ય કર્મચારીઓ માટે ફાઈવ સ્ટાર હોટેલો અને હોસ્પિટલોમાં કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે પૂછ્યું કે, કોરોના સામે લડત ચલાવતા લોકો પ્રત્યે સરકારની એટલીય ફરજ નથી? તેમની કાળજી રાખવામાં અને દિલ્હી સરકાર કોરોના વાઈરસ પીડિત સરકારી કર્મચારીઓના સબંધીઓને આદરની રકમ આપે છે તેમાં શું ખોટું છે. વિપક્ષે આ બાબતે સવાલ ન કરવા જોઈએ.

કેજરીવાલે કોરોના દર્દીઓનાં આંકડા અંગે જણાવ્યું

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના આંકડા બાબતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 7000 કેસ નોંધાયા છે. જેમાંથી આશરે 1500 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દરેકની સારવાર ચાલી રહી છે, અને આવા દર્દીઓ માટે સરકાર તેમના ઘરની નજીક ટુક સમયમાં આરોગ્ય કેન્દ્ર ખોલવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનાં ચેપને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, તેથી દિલ્હીના મુખ્યપ્રધાને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા સારવાર માટે લેવામાં આવતા પગલાઓ અંગે વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.