આસ્થા કહે છે કે, સમાજના દરેક વ્યક્તિએ પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત અને સાવધ રહેવું પડશે અને આપણા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પડશે. તે કહે છે કે તેમ છતાં તેમનું અભિયાન હમણાં નાના પાયે છે, પરંતુ સતત પ્રયત્નશીલ રહી તેઓ લોકોને પર્યાવરણના સંરક્ષણ વિશે શિક્ષિત કરીને અસર ઉભી કરી શકશે.
આ બાળ પંચાયતના નાના બાળકો પ્લાસ્ટિકના ઉપયોગ સામે લડત ચલાવી રહ્યા છે. આસ્થા તેના ગ્રુપના સાથી સભ્યો સાથે કાગળની થેલીઓ બનાવે છે અને તે આસપાસના વિસ્તારમાં જઈ દુકાનદારોને વહેંચે છે. તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સમજાવે છે.
આ ઝુંબેશ તેના ઘરેથી શરૂ કરવામાં આવી હતી. તેના દાદા, અમરસિંહ ઠાકુર શરૂઆતથી જ તેમનો સાથ આપી રહ્યા છે. ઠાકુરે તેની દુકાન પર આવતા તમામ ગ્રાહકોને પ્લાસ્ટિકના ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા અપીલ કરે છે. તે પોતે તેની દુકાન અને આજુબાજુના વિસ્તારોમાંથી વેસ્ટ પ્લાસ્ટિક એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરે છે. તેમનું કહેવું છે કે સમગ્ર વિસ્તારને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, અને આવી સ્થિતિમાં જમીનમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. આસ્થાના પિતા ગોપાલ ઠાકુરે જણાવ્યુ હતું કે,' લોકો બાળકોની પહેલથી પ્રેરિત થઈ રહ્યા છે અને પરિવર્તન આવી રહ્યુ છે'
આસ્થા અને તેની ટીમે કરેલા પ્રયાસોને એનજીઓ અને સંખ્યાબંધ લોકો બિરદાવ્યા છે અને તેની મદદ માટે આગળ આવ્યા છે. ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે દેશવ્યાપી ક્રાંતિની જરૂર છે ત્યારે ટીમ આસ્થાનો પ્રયત્ન ભલે નાનો હોય પરંતુ જો તેને વધુ પ્રોત્સાહન મળે તો તે દેશવ્યાપી અભિયાન બની શકે છે.