ETV Bharat / bharat

લદ્દાખમાં જવાનો સાથે રાજનાથ સિંહે કરી વાત, કહ્યું ગલવાનમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ લદાખ અને જમ્મુ કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. આ સમય દરમિયાન રાજનાથસિંહ સરહદ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેની સાથે ચીફ ઓફ ડિફેન્સનો સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર છે. રાજનાથે જવાનો સાથે વાતચીત કરી હતી.

Rajnath Singh
સંરક્ષણ પ્રધાન
author img

By

Published : Jul 17, 2020, 7:59 AM IST

Updated : Jul 17, 2020, 1:24 PM IST

નવી દિલ્હી : ભારત અને ચીન સીમા વિવાદને લઇને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદાખની મુલાકાતે પહોંચી ગયા છે. આ બે દિવસના પ્રવાસમાં તે જમ્મુ કાશ્મીર પણ જશે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

જાણકારી અનુસાર તે આજે લદાખ અને કાલે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. જાણકારી અનુસાર તે સીમા પર તૈનાત જવાનો સાથે પણ વાતચીત કરશે અને હાલ સીમાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે. આ દરમિયાન તેની સાથે ચીફ ઓફ ડિફેન્સનો સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ તેમની સાથે હાજર રહેશે.

સંરક્ષણ પ્રધાને સરહદ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું

રાજનાથ સિંહે લેહલ પહોંચીને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા વિવાદને લઇને લેહ પહોંચેલા રાજનાથ સિંહ વરિષ્ઠ અઘિકારીઓ સાથે વાતચીત કરશે.

આ પૂર્વ સરહદ વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાનું મનોબળ વધારવા માટે લેહની મુલાકાત લીધી હતી. આ પછી સંરક્ષણ પ્રધાનની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે, મે મહિનાથી ચીન અને ભારત વચ્ચે સીમાને લઇને વિવાદની સ્થિતિ છે. જોકે, હવે પરિસ્થિતિ પર ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે.

રાજનાથે લદ્દાખ પહોંચી જવાનો સાથે વાતચીત કરી છે. રાજનાથે જવાનોને સંબોધિત કરતાં જણાવ્યું કે ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય.

Last Updated : Jul 17, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.