ETV Bharat / bharat

રોજગારના નામે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે : રાજનાથ સિંહ - ઈલેક્શન કમિશને ગાઇડલાઇન

બિહારની ચૂંટણી 2020ના બીજા તબક્કામાં કેસરીયા વિધાનસભા મતવિસ્તારમાં 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. પૂર્વ ચંપારણની કેસરીયા વિધાનસભા બેઠક હાલમાં RJDના હાથમાં છે. JDUના ઉમેદવાર શાલિની મિશ્રાની સાથે મહાગઠબંધનથી સંતોષ કુશવાહા અને LJPના રામશરણ યાદવ મેદાન ઉતર્યા છે.

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ
author img

By

Published : Oct 31, 2020, 10:56 PM IST

  • કેસરીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજનાથ સિંહે સભા ગજવી
  • 3 નવેમ્બરના રોજ મતદાન
  • શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી

પટના : બિહારમાં લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી યોજાઇ રહી છે. તમામ પાર્ટીના નેતાઓએ બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ ક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કેસરીયા વિધાનસભા મત વિસ્તાર પહોંચ્યા છે. જ્યાં તેમને હુસૈની હાઈસ્કૂલના મેદાનમાં JDUના ઉમેદવાર શાલિની મિશ્રાની તરફેણમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમને મહાગઠબંધન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ​​લાઠીમાં 'તેલ પીલાવન' રેલી કરનારા લોકો શું વિકાસ કરશે?

શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી

મહાગઠબંધન પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, રોજગાર આપવાના નામે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જેઓ રાજ્યની પ્રતિભાને બીજા રાજ્યમાં ભટકવા માટે મજબૂર કરી રહ્યા છે, તેઓ આજે રોજગારની વાત કરે છે. રાજનાથે લોકોને JDUના ઉમેદવાર શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી હતી.

એક સજ્જન લાઠીમાં 'તેલા પિલાવન' રેલી કાઢે છે. એ શું વિકાસ કરશે. બિહારમાં NDA સરકારે ઘણો વિકાસ કર્યો છે. NDAની જીત બાદ વિકાસ યાત્રા ચાલુ રહેશે.

-રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન

વિકાસના માર્ગ પર બિહાર

રાજનાથસિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય પક્ષના આધારે કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ રાખ્યો નથી. દેશને સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન મોદીની વિચારસરણી દરેક રાજ્યને સમૃદ્ધ બનાવવાની છે.

બિહારમાં 3 તબક્કામાં મતદાન

રાજનાથ સિંહે જણાવ્યું કે, બિહારમાં રસ્તા અને વીજળીની હાલતમાં NDA સરકારમાં સુધારો થયો છે અને રાજ્ય વિકાસના માર્ગ પર છે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 16 જિલ્લામાં 71 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 : ગુનાહિત ઈતિહાસ ધરાવતા 12 ઉમેદવારો મેદાનમાં

ચૂંટણી પહેલા ભલે રાજકીય પક્ષો બાહુબલી અને દોષીઓ પોતાની આસપાસ ફરકે નહીં તેની કાળજી રાખે છે, પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે, તેમને દરેક લક્ષ્મણ રેખાને પાર કરવામાં સફળ થાય છે. આવું જ કંઈક હાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, જ્યાં રાજકીય પક્ષો કલંકિત અને માથાભારે લોકો કે તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપી હતી.

ત્રણ તબક્કામાં બિહાર વિધાનસભા ચૂંટણી

કોરોના મહામારી વચ્ચે ત્રણ તબક્કામાં બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મતદાનનો પહેલો તબક્કો 28 ઓક્ટોબરના રોજ, બીજો તબક્કો 7 નવેમ્બરના રોજ જ્યારે ત્રિજો તબક્કો 7 નવેમ્બરના રોજ યોજાશે. આ મતદાન બાદ 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.

પહેલો તબક્કો - 28 ઓક્ટોબર

  • વિધાનસભા સીટની સંખ્યા - 71
  • ચૂંટણીનું જાહેરનામું - 1
  • ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ - 8 ઓક્ટોબર

બીજો તબક્કો - 3 નવેમ્બર

  • વિધાનસભા સીટની સંખ્યા - 94
  • ચૂંટણીનું જાહેરનામુ - 9
  • ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ - 18 ઓક્ટોબર

ત્રીજો તબક્કો - 7 નવેમ્બર

  • વિધાનસભા સીટની સંખ્યા - 78
  • ચૂંટણીનું જાહેરનામુ - 13
  • ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ - 20 ઓક્ટોબર

10 નવેમ્બર - ચૂંટણી પરિણામ

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ચૂંટણીપંચે રાજનૈતિક પાર્ટીઓને આપેલી નિર્દેશનોની સમીક્ષા કરી હતી. આ અંતર્ગત ઈલેક્શન કમિશને ગાઇડલાઇન જાહેર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.