ચંડીગઢ: કોરોનાની મહામારી વચ્ચે પંજાબમાં લઠ્ઠો પીવાથી 86 લોકોના મોત થયા છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે આ સમગ્ર મામલે 7 આબકારી અધિકારી અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
પંજાબમાં લઠ્ઠો પીવાથી તરનતારનમાં 63 લોકોના મોત થયા છે. ત્યારબાદ અમૃતસરમાં 12 ગુરદાસપુરના બટાલામાં 11 લોકોના મોત થયા છે. પંજાબના મુખ્યપ્રધાને કહ્યું કે, લઠ્ઠાના ઉત્પાદન અને વેચાણને રોકવામાં પોલીસ અને આબકારી વિભાગની નિષ્ફળતા અને શરમજનક છે.