ETV Bharat / bharat

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ 12 કલાક સુધી હોસ્પિટલમાં રઝળતો રહ્યો - Corona patients of Jharkhand state

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત બાદ તેનો મૃતદેહ 12 કલાક સુધી હોસ્પિટલમાં પડી રહ્યો હતો. હોસ્પિટલ દ્વારા તેને પેક પણ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાને પગલે ગ્રામીણો રોષ અનુભવી રહ્યા છે અને તંત્રને મૃતદેહના અંતિમવિધીની વ્યવસ્થા કરવા માગ કરી છે.

ઝારખંડના ગોદ્દા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ 12 કલાક સુધી હોસ્પિટલમાં રઝળતો રહ્યો

author img

By

Published : Jul 12, 2020, 10:22 PM IST

ઝારખંડ: ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં કોરોના થી પ્રથમ મોત નોંધાયું છે ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ ભયનો માહોલ છે. જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ 12 કલાક સુધી રઝળતી હાલતમાં જોવા મળતા તંત્રની ઘોર બેદરકારીનું ઉદાહરણ સામે આવ્યું છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહને કોથળીમાં પેક પણ કરવામાં આવ્યો નથી. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જવાબદારી લઇ મૃતદેહને પેક કરી સોંપવામાં આવે જ્યારે સ્વાસ્થ્ય વિભાગના લોકો ભયના માર્યા છે મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી.

દર્દી મહગામા પંચાયતમાં સેવક તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારજનો હવે અંતિમવિધિ અંગે વિમાસણમાં મુકાયા છે. જો કે એક સવાલ એ પણ ઉભો થયો છે કે દર્દી કોરોના પોઝિટિવ થતા તેને મહગામા હોસ્પિટલમાંથી જનરલ હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યો અને સિકટિયામાં આવેલી કોરોના હોસ્પિટલમાં કેમ નહિ.

ઝારખંડમાં અત્યાર સુધી 3663 દર્દીઓ કોરોનાથી સંક્રમિત છે જ્યારે 2 ના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.