ઉત્તર પ્રદેશ: સંભલ જિલ્લો ડબલ મર્ડરથી હચમચી ઉઠ્યો છે. થાણા બહજોઈના ફતેહપુર સમસોઈ ગામના દલિત સરપંચના પતિ અને પુત્રની નજીવી બાબતે દબંગોઓ ગોળી મારીને હત્યા કરી દીઘી હતી.
ડબલ મર્ડરની બાતમી મળતાં ઘટના સ્થળે એક વિશાળ ટોળું એકઠું થઈ ગયું હતું. જિલ્લાના વરિષ્ટ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ હાલ આ કેસની તપાસમાં જોડાઈ ગયા છે. હાલમાં પોલીસે પિતા-પુત્રના મૃતદેહનો કબ્જો લઈ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
![SP leader and son shot dead by bullies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-sam-01-dubalmurder-up10047_19052020122828_1905f_1589871508_830.jpg)
સંભલ જિલ્લામાં બહજોઈ પોલીસ મથકની હદમાં આવતા ફતેહપુર સમસોઈ ગામમાં ચૂંટણીને કારણે દબંગો તેમજ સપાના નેતા અને સરપંચના પતિ વચ્ચે બોલાચીલી થઈ હતી. સરપંચ ગામમાં રસ્તો બનાવવાનું કામ ચાલુ હતું, આ રોડ ગામના કેટલાક દબંગ લોકો બનાવી રહ્યા હતા.
મંગળવારે આ સાથે સરપંચના પતિ છોટેલાલ દિવાકર અને દબંગો સાથે ઝગડો થયો હતા. આ દરમિયાન દબંગ લોકોએ છોટેલાલ દિવાકર અને તેના નાના પુત્ર સુનીલ દિવાકરની ગોળી મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ બન્નેના મોત નિપજ્યાં હતા. આ હત્યાકાંડના મહિતી મલતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ભારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ તેમને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
![SP leader and son shot dead by bullies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-sam-01-dubalmurder-up10047_19052020122828_1905f_1589871508_967.jpg)
આ અંગે પોલીસ અધિક્ષક યમુના પ્રસાદે જણાવ્યું હતું કે, સપા નેતા અને તેના પુત્રના મૃતદેહનો કબ્જો પોલીસે લઈ લીધો છે. મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા છે. આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હત્યારાઓની શોધમાં ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.