સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે. જો કે, 2 જવાન ઘાયલ તેમજ 1 જવાન શહીદ થયો છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, આર્મી અને SOGની સંયુક્ત ટીમને આતંકીઓ અંગે મળેલી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સંયુક્ત ટુકડીના સર્ચ ઑપરેશનને પગલે, આતંકીઓએ અંતે ફાયરિંગ શરૂ કર્યું હતું અને સુરક્ષા દળો દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અથડામણમાં 2 આતંકીઓ નસીર પંડિત અને ઉમર મીર જમ્મુ-કાશ્મિરના છે. જ્યારે એક આતંકી નેમલી ખાલિદ પાકિસ્તાનનો છે.
મળતી માહિતી અનુસાર આ ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા.
અથજડામણમાં 1 જવાન સહિત 1 નાગરિકનું પણ મોત થયું છે.