તિબેટના બૌદ્ધ ધર્મગુરૂ 14મા દલાઈ લામા 14 દિવસ માટે બુધ ગયાના પ્રવાસે આવ્યા છે. મંગળવારે બોધ ગયાના તિબેટીયન મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા. તેઓ 2 જાન્યુઆરીથી કલાચક્ર મેદાનમાં ઉપદેશ આપશે.
તેઓ વિશેષ વિમાન મારફતે આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જે બાદકડક સુરક્ષા વચ્ચે તેમને બોધ ગયાના તિબેટીયન મંદિર પહોંચ્યા હતા. જ્યાં દલાઈ લામાનું આગમન થતા બૌદ્ધ સાધુઓએ તેમનું ઉમળકાપુર્વક સ્વાગત કર્યા બાદ હાથ જોડીને આશીર્વાદ તેમના મેળવ્યા હતા.
ગયા જિલ્લા અધિકારી અભિષેક કુમાર સિંહે જણાવ્યું હતું કે, ધર્મશાળા પછી દલાઈ લામા બોધ ગયામાં રહેવાનું સૌથી વધું પસંદ કરે છે. દલાઈ લામા 2 જાન્યુઆરીથી કલાચક્ર મેદાનમાં ઉપદેશ આપશે. બોધ ગયામાં દલાઈ લામા 14 દિવસ સુધી રોકાવાનાં છે.
પવિત્રતા દલાઈ લામા તેમના આગમન પછી થોડા દિવસ સુધી આરામ કરશે. જે બાદ 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી જગ પ્રસિદ્ધ કલાચક્ર મેદાન, બોધ ગયા ખાતે તેઓ વિશ્વ શાંતિ માટે બૌદ્ધ સાધુઓને ઉપદેશ આપશે.
આ કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટથી બોધ ગયા સુધી પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.