કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવકુમારની ધરપકડના અહેવાલ સામે આવી રહ્યાં છે. મની લોન્ડરીંગના કેસમાં EDએ તેમની પર તવાઈ બોલાવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના નાટકમાં ભાજપને વહેલું ન ફાવવા દેવા પાછળ ડી. કે. શિવકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને એકજૂઠ રાખવા માટે પણ તેમને તમામ પ્રયત્નો કર્યા હતાં. જેના કારણે ભાજપને સત્તા મેળવવા માટે મુશ્કેલીઓ ઉભી થતી હતી. પરંતુ અંતે જેડીએસના કુમારસ્વામી બહુમત પરીક્ષણમાં નિષ્ફળ જતાં કોંગ્રેસ અને JDSની ગઠબંધનની સરકાર તૂટી પડી હતી. બાદમાં કર્ણાટકમાં ભાજપે સરકાર રચી છે. સરકાર રચ્યા બાદ ગણતરીના મહિનાઓમાં જ કર્ણાટક કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમારની કેંન્દ્રની તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરતાં અનેક તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યાં છે.