શ્નીનગર: શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા દ્વારા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદેસર સામગ્રી પોસ્ટ કરવા બદલ સાયબર પોલીસે UAPA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
સાયબર પોલીસે એક અખબારી નિવેદનમાં દાવો કર્યો છે કે, ઝેહરા યુવકોને તેની પોસ્ટ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા વિક્ષેપિત થવાની સંભાવના છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઉપરોક્ત ઉલ્લેખિત વપરાશકર્તા એવી સામગ્રી અપલોડ કરી રહ્યા છે, જે અસમાજિક તત્વોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને તે કાયદા અમલીકરણ એજન્સીઓની છબીને દૂષિત કરવાનો પ્રયાસ છે. આ સંદર્ભે સાયબર પોલીસે UAPA હેઠળ FIR નંબર 10/2020 હેઠળ ગુનો નોંધ્યો છે.
નોંધનીય છે કે, મસરત ઝેહરા શ્રીનગરના આલમગારી બજારની મહિલા ફોટો જર્નાલિસ્ટ છે. જે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો સાથે ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે જોડાયેલી છે.
ETV Bharat સાથે વાત કરતાં મસરત ઝેહરાએ કહ્યું હતું કે, તેને સવાર સુધી આ મામલાની કોઈ જાણકારી નહોતી અને તેણે સોશિયલ મીડિયા પર માત્ર પોલીસ પ્રેસ રિલીઝ જ જોઇ હતી. જેમાં તેમની સામે નોંધાયેલા કેસની વિગતો સામેલ હતી.
નોંધનીય છે કે સાયબર પોલીસે પોતાની પ્રેસ રિલીઝમાં સંબંધિત બાબતમાં ઝેહરાનો ઉલ્લેખ ફક્ત એક સામાન્ય સોશિયલ સાઈટ વપરાશકર્તા તરીકે કર્યો છે. જોકે, તેઓએ ફોટો જર્નાલિસ્ટ તરીકે તેનો ઉલ્લેખ કર્યો નથી.
જ્યારે ETV Bharat દ્વારા કાશ્મીરના મહિલા જર્નાલિસ્ટ્સ યુનિયનના પ્રમુખ અને અગ્રણી મહિલા પત્રકાર ફરઝના મુમતાઝ સાથે વાત કરી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે, તેઓ આ મામલે એસપી સાયબર પોલીસ સાથે વાત કરશે અને વધુ વિગતો મેળવ્યા બાદ જ પ્રતિક્રિયા આપશે.
ઝેહારાએ આ અંગે કહ્યું હતું કે, મને જે ફોટા શેયર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, તે જુદા જુદા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. માનવતાવાદી, ટીઆરટી વર્લ્ડ, અલ જાઝિરા, કારાવાન અને અન્ય ઘણાં પ્રકાશનોને એક સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઝેહરાના કામને ધ વૉશિંગ્ટન પોસ્ટ, ધ સન, ધ ન્યૂ હ્યુમ્યુનિટેરિયન, ટીઆરટી વર્લ્ડ, અલ જાઝિરા, ધ કારાવાન અને ઘણાં પ્રકાશનોમાં કામ કર્યુ છે.