ETV Bharat / bharat

ભારત-ચીન તણાવ પહેલાં પણ સાયબર એટેકની સંખ્યામાં વધારો થયો હતોઃ સાયબર સિક્યૉરીટી નિષ્ણાત

સાયબર નિષ્ણાત ડો.ગુલ્શન રાયે જણાવ્યું હતું કે ભારત-ચીની સૈન્ય વચ્ચે તાજેતરના અવરોધ પૂર્વે પણ દેશમાં સાયબર એટેક(cyber attack)ની સંખ્યામાં વધારો થયો હતો. આ મામલે ઇટીવી ભારતના વરિષ્ઠ સંવાદદાતા કૃષ્ણનંદ ત્રિપાઠીએ ડો.ગુલ્શન રાય સાથે વિગતવાર વાતચીત કરી હતી.

ભારત-ચીન તણાવ
ભારત-ચીન તણાવ
author img

By

Published : Jul 10, 2020, 4:48 PM IST

હૈદરાબાદઃ ભારતીય ઇન્ટરનેટ યૂઝર ગયા મહિને સાયબર એટેક (cyber attack) અંગેના સમાચાર વધી ગયા હતા. તેમને એવી ચેતવણી આપવામાં આવી હતી કે, ઇન્ટરનેટ પર કોવિડ -19 કે અન્ય શંકાસ્પદ લિંક્સની ફ્રી યૂઝ માટે આપવામાં આવતી ઇમેઇલ લિંક્સ પર ક્લિક ન કરો.

લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી, 21 જૂને એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે ચીની હેકરો ભારતીય ઇન્ટરનેટ યૂઝરોને નિશાન બનાવી શકે છે. જો કે, દેશના ટોચના સાયબર સિક્યુરિટી (cyber securtiy) નિષ્ણાતનું કહેવું છે કે ઘરે કામ કરતા લોકો સામે અસલામત ઉપકરણોનો ઉપયોગ કરતવાને સાયબર એટેકની ઘટનાઓ મોટા પ્રમાણમાં વધી છે.

વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નિષ્ણાત ડો. ગુલશન રાય કહે છે કે, કેટલાક લોકો માને છે કે જાહેરમાં ઉપલબ્ધ ડેટા મુજબ આ આંકડો 200 ટકા છે. પરંતુ મુદ્દો શું તે બંને દેશો વચ્ચે વધતા તનાવને કારણે છે અથવા તે કોઈ અન્ય કારણ છે. ઇટીવી ભારત સાથે વાત કરતા એક સવાલના જવાબમાં ડૉ.રાયે કહ્યું હતું કે, તેઓ તેનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)ના લોકો સાથે કામ કરે છે. જે આ બધા હુમલાઓ પર નજર રાખે છે. તેમાંથી, ફિશિંગ અને વસૂલીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મે મહિનામાં લદાખમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચેના તણાવના સમાચાર અને વીડિયો બહાર આવ્યા એ પહેલા જ સાયબર એટેકની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમણે મુંબઈ સ્થિત ઇલેક્ટ્રોનિક ચુકવણી સિસ્ટમ્સ ફર્મ ઇપીએસ ભારત દ્વારા આયોજીત વેબિનારમાં કહ્યું હતું કે, આ હુમલા ફક્ત ભારત-ચીન તણાવને કારણે નથી. આ હુમલા જાન્યુઆરીના અંતથી, ખાસ કરીને ઘરેથી કામ કરવા (વર્ક ફ્રોમ હોમ)ને કારણે ફેબ્રુઆરીથી વધ્યાં છે.

ડૉ.ગુલશન રાયે દેશમાં સાયબર એટેકનો સામનો કરવા સરકારની નોડલ બોડી સીઈઆરટી-ઇનનું નેતૃત્વ કર્યું છે. તેમનું કહેવું છે કે, કોવિડ -19ને પગલે લૉકડાઉનને કારણે ઘરેથી કામ કરવાની જરૂરિયાતને કારણે સમસ્યા વધુ વકરી હતી. ડો.ગુલ્શન રાયએ કહ્યું કે, ઘરેથી કામ કરવામાં તમને લાગશે કે કોઈનું સેફ રાઉટર નથી. આપણા બધા પાસવર્ડો ખુલ્લા છે, પછી ભલે આપણે મોબાઇલ અથવા લેપટોપથી કાર્ય કરીએ. આ જ કારણ છે કે ઘરેથી કામ કરવાને કારણે મોટા પાયે સાયબર એટેક થયાં છે.

તેમણે ક્હયું હતું કે, એક સુરક્ષિત પાસવર્ડ રાખવો જોઈએ, અન્યને પાસવર્ડની માહિતી આપશો નહીં અને લેપટોપને અનધિકૃત એક્સેસથી દૂર રાખવું જોઈએ. કોઈપણ શંકાસ્પદ લિંક્સ અથવા ઇમેઇલ્સ પર ક્લિક કરશો નહીં. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી સિસ્ટમ સલામત છે.

ડૉ.ગુલશન રાયે કહ્યું હતું કે, ગત સપ્તાહે કેન્દ્ર સરકારના નિર્ણય પછી ટિક-ટોક, હેલો, શેરિટ અને કૅમ સ્કેનર્સ સહિતના 59 Chinese ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકનારા ભારતીય યૂઝરને નિશાન બનાવતા સાયબર એટેક અથવા હેકિંગના પ્રયાસોની સંભાવના વધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.