ETV Bharat / bharat

બેંકિંગ કૌભાંડ પર કાપ - Curtailing Banking Scams

ભારતમાં, જનતાના માનસમાં ‘બેંક’ શબ્દ માટે નિર્વિવાદિતપણે અપાર વિશ્વાસ રહેલો છે. આથી, ભૌતિક નિકટતા, કમર્શિયલ બેંકોની તુલનામાં એક કે બે ટકા જેટલો ઊંચો દર, વગેરે જેવાં પરિબળોથી આકર્ષાઇને લાખો લોકો લાંબા સમયથી સહકારી (કોઓપરેટિવ) બેંકોનું સમર્થન કરતા આવ્યા છે. ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) કૌભાંડે સમગ્ર દેશને આંચકો આપ્યો. બેંકે નાદારી નોંધાવી હોવા અંગેના કોઇપણ સમાચાર લોકોને તણાવની સ્થિતિમાં લાવી દે છે.

Curtailing Banking Scams
બેંકિંગ કૌભાંડ પર કાપ
author img

By

Published : Jun 26, 2020, 9:09 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં, જનતાના માનસમાં ‘બેંક’ શબ્દ માટે નિર્વિવાદિતપણે અપાર વિશ્વાસ રહેલો છે. આથી, ભૌતિક નિકટતા, કમર્શિયલ બેંકોની તુલનામાં એક કે બે ટકા જેટલો ઊંચો દર, વગેરે જેવાં પરિબળોથી આકર્ષાઇને લાખો લોકો લાંબા સમયથી સહકારી (કોઓપરેટિવ) બેંકોનું સમર્થન કરતા આવ્યા છે. ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) કૌભાંડે સમગ્ર દેશને આંચકો આપ્યો. બેંકે નાદારી નોંધાવી હોવા અંગેના કોઇપણ સમાચાર લોકોને તણાવની સ્થિતિમાં લાવી દે છે.

સાત રાજ્યોના નવ લાખ થાપણદારોની 11,617 કરોડ થાપણ ધરાવતી પીએમસી બેંકે બેજવાબદારી દાખવીને તેની 70 ટકા કરતાં વધુ (અર્થાત્ રૂ. 6,500 કરોડ)ની થાપણ માત્ર એક જ ક્લાયન્ટ – HDILને સુપરત કરી દીધી. આ છેતરપિંડીને આકાર આપવા માટે તેણે 21 હજાર બોગસ બેંક ખાતાં ઊભાં કર્યાં હતાં. કોઓપરેટિવ બેંકિંગ સિસ્ટમના ઓઠા હેઠળ મોટા પાયે કૌભાંડો આચરાયાની શંકાને પગલે કેન્દ્ર સરકારે ‘બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ઘડવાની તૈયારી શરૂ કરી દીધી. કેન્દ્રએ બિલ તૈયાર કરી દીધું છે અને આરબીઆઇની ચાંપતી દેખરેખ હેઠળ કોઓપરેટિવ બેંકોના વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે, રોકાણની સુવિધા માટે તેમજ કોઓપરેટિવ બેંકોના પ્રોફેશનલ અભિગમમાં વધારો કરવાના હેતુથી આ બિલને સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું.

અગાઉની માફક કો-ઓપરેટિવ રજિસ્ટ્રાર કો-ઓપરેટિવ બેંકોના પ્રોપ્રાયટરી પાસાંઓ તપાસશે, પરંતુ કો-ઓપરેટિવ બેંકોએ તેમના નિયમન માટે આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. ચાવીરૂપ વિધેયકનો અમલ ન કરી શકાયો હોવાથી, મોદી સરકારે તાજેતરના વટહુકમને મંજૂરી આપી છે. કો-ઓપરેટિવ બેંકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)ની નિમણૂંક માટે આરબીઆઇની મંજૂરી લેવી જરૂરી બનતાં ઓડિટિંગની પ્રક્રિયા, પારદર્શીતા અને ઉત્તરદાયિત્વમાં વધારો થાય તેવી અપેક્ષા છે. હવે, કો-ઓપરેટિવ બેંકિંગ સિસ્ટમ કોઇ નિષ્ફળતા વિના સુપેરે કામગીરી કરે, તે જોવાની જવાબદારી આરબીઆઇની છે!

જ્યાં કોમર્શિયલ બેંકો ઉપલબ્ધ ન હોય, તેવી જગ્યાઓ પર જનતાની બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાના પાયાના ઉદ્યોગો, રિટેલરો, વ્યાવસાયિકો, કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો તથા નિયત આવક ધરાવતાં જૂથોને ધિરાણ પૂરું પાડવા માટે શહેરી કો-ઓપરેટિવ બેંકો સ્થાપવામાં આવી છે. જ્યારે પણ બેંકોના વ્યવસ્થાપનમાં વિશ્વાસ તથા કટિબદ્ધતાનો અભાવ વર્તાય, ત્યારે કટોકટી ઉદ્ભવે છે. ભાગ્યનગર બેંક, કૃષિ બેંક, વસવી બેંક, ચારમીનાર બેંક, મેગાસિટી બેંક વગેરે જેવી બેંકોને એકાએક તાળાં વાગી જતાં આંધ્ર પ્રદેશમાં નરસિંહમૂર્તિ સમિતિએ મૂળ કારણો શોધ્યાં હતાં અને નિવારણ માટેનાં પગલાંની પણ ભલામણ કરી હતી.

ગુજરાતમાં માધુપુરા મર્કન્ટાઇલ સહકારી બેંકના પીઠબળથી કેતન પારેખ દ્વારા આચરવામાં આવેલા મોટા સિક્યોરિટીઝ સ્કેન્ડલે દેશને હચમચાવી દીધો હતો. તેને પગલે સીબીઆઇએ વ્યાપક પ્રમાણમાં શહેરી સરકારી બેંકો ધરાવતાં રાજ્યો સાથે સમજૂતી સાધવા માટે ટાસ્ક ફોર્સ ગ્રૂપની રચના કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. પરંતુ તે મામલે કોઇ કામગીરી થઇ ન હતી. 2003માં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે, કેન્દ્ર વતી આરબીઆઇ અને રાજ્યો વતી કો-ઓપરેટિવ રજિસ્ટ્રારનું સંયુક્ત નિયંત્રણ એ ઘણી સમસ્યાઓનું મૂળ કારણ છે, તેમ છતાં આ મામલાનું હજી સુધી કોઇ નિવારણ આવ્યું નથી. સાત અઠવાડિયા અગાઉ, બંધારણીય બેન્ચે ભૂતકાળના એ ચુકાદાને રદ કર્યો હતો કે, મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960 અને એપી બેંકિંગ એક્ટ, 1964 હેઠળ બેંકિંગનો વ્યવસાય પ્રસ્થાપિત કરનારી કંપનીઓ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે નહીં. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, જો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ તેમને લાગુ ન પડે, તો તેમને લાઇસન્સ મળવું ન જોઇએ અને તેઓ બેંકિંગના વ્યવસાયમાં રહી શકે નહીં. આ પૃષ્ઠભૂમિ સામે, સહકારી બેંકોનું નિયમન કરવાની તથા લાખો ગ્રાહકોમાં તે સહકારી બેંકો માટે વિશ્વાસનો સંચાર કરવાની જવાબદારી આરબીઆઇના શિરે છે!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.