ETV Bharat / bharat

કેબિનેટની મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના દ્વારે - રાજકીય ડ્રામા

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી દ્વારા કેબિનેટની બેઠક બોલાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અટકળો વધી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવામાં આવી છે. આ અગાઉ રાજ્યપાલે પણ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. જ્યારે બીજી બાજુ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે સરકાર બનાવવા માટેના સમયને લઈ પડકાર આપ્યો છે. શિવસેનાનું કહેવું છે કે, સરકાર બનાવવા માટે અમને ફક્ત 24 કલાકનો જ સમય આપવામાં આવ્યો હતો, જ્યારે ભાજપને સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો.

political situation in maharastra
author img

By

Published : Nov 12, 2019, 1:05 PM IST

Updated : Nov 12, 2019, 4:16 PM IST

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, કોણ મુખ્યપ્રધાન બનશે, જેને લઈ હજુ પણ રહસ્ય બની રહ્યું છે. રાજ્યપાલે શિવસેના બાદ હવે એનસીપીને આજે સાંજે મળવા બોલાવ્યા છે. હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. શિવસેના તથા એનસીપી બંને પાર્ટીને કોંગ્રેસની રાહ છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સરકાર બનાવવા માટે આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પાર્ટી તેને લઈ મંથન કરી રહી છે. શિવસેનાનો સમય ખતમ થઈ ગયો છે. હવે રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે થઈ પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

એનસીપીને આજે સાંજના 8.30 સુધીની ડેડલાઈન મળી છે. આટલા સમયમાં તેને ખાસ્સી મથામણ કરવી પડશે. કોંગ્રેસ ધીમે ધીમે પોતાના પત્તા ખોલી રહી છે. જેને લઈ શરદ પવાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ આ બાબતે કોંગ્રેસ સાથે ચર્ચા કરી રહ્યા છે.

પવારે કહ્યું હતું કે, આજે એનસીપીની કોંગ્રેસ સાથે કોઈ બેઠક થવાની નથી. તથા આ અંગેની કોઈ જાણકારી પણ તેમની પાસે નથી.

એનસીપી પ્રમુખ શરદ પવાર આજે લીલાવતી હોસ્પિટલમાં શિવસેના નેતા સંજય રાઉતની તબિયતના સમાચાર જાણવા પહોચ્યા હતા. સંજ્ય રાઉતને છાતીમાં દુખાવો છે. જેને લઈ સોમવારે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.

આ બાજુ એનસીપી નેતા અજીત પવારનું કહેવું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે, સામૂહિક લેવામાં આવશે.એટલા માટે અમે ગઈ કાલે કોંગ્રેસની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પણ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. આના પર અમે એકલા નિર્ણય ન લઈ શકીએ. બંને વચ્ચે કોઈ ગેરસમજ નથી, અમે એક સાથે ચૂંટણી લડ્યા છીએ અને એક સાથે જ છીએ.

બીજી બાજુ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોઈ નૈતિક જવાબદારી નથી. અસ્થિરતા માટે દોષારોપણ કરવું વ્યર્થ છે. આગળ જણાવ્યું કે, આ શિવસેના અને ભાજપની નિષ્ફળતા છે. જેને રાજ્યને રાષ્ટ્રપતિ શાસનના પટ સુધી લાવવા માટે મજબૂર કર્યા છે.

શિવસેનાને મળેલો સોમવારે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમાપ્ત થતાં રાજ્યપાલ કોશ્યારીએ સોમવાર રાતે એનસીપીને નિમંત્રણ આપ્યું અને પુછ્યું કે, શું તેઓ સરકાર બનાવવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવે છે.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે જણાવ્યું કે, એનસીપી પોતાની સહયોગી પાર્ટી કોંગ્રેસ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને મંગળવાર રાત 8.30 સુધીમાં રાજ્યપાલ સાથે મળશે.

પાટિલે કહ્યું કે, પ્રક્રિયા અનુસાર રાજ્યપાલે મહારાષ્ટ્રની ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી હોવાને નાતે અમને પણ એક પત્ર મોકલ્યો છે. તથા અમે ભલામણ કરી છે કે, અમારી સહયોગી પાર્ટી સાથે આ અંગે વાતચીત કરશે. અમે રાજ્યપાલને આશ્વાસન આપ્યું છે કે, ટૂંક સમયમાં જ અમે ફરી પાછા આવીશું.

રાકાંપા ધારાસભ્ય દળના નેતા અજીત પવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબલ તથા ધનંજય મુંડે પણ પાટિલ સાથે આ અવસરે હાજર રહ્યા હતા.

શિવસેનાએ સોમવારે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં ભાજપને છોડી અમને સમર્થન કરવા માટે એનસીપી તથા કોંગ્રેસ રાજી થઈ ગયું છે. પણ રાજ્યપાલે નક્કી કરેલા સમય સુધીમાં તેઓ બંને પાર્ટી પાસેથી સમર્થન લેટર પ્રાપ્ત કરી શક્યા નહી. બાદમાં રાજ્યપાલે ત્રણ દિવસ માગેલા સમયને પણ ફગાવી દીધો હતો.

સરકાર બનાવવાની મથામણ છેલ્લા 18 દિવસથી ચાલી રહી છે અને બીજી બાજુ રાષ્ટ્રપતિ શાસન ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસ વૈચારિક રીતે પોતાની હરીફ પાર્ટી શિવસેના સાથે જવામાં કોઈ ઉતાવળ કરવા માગતી નથી. તેથી કોંગ્રેસ પોતાની સહયોગી પાર્ટી એનસીપી સાથે પાક્કા પાયે બધું નક્કી કર્યા જ કોઈ નિર્ણય પર આવશે.

રાજ્યપાલે રવિવાર રાતે શિવસેનાને નિમંત્રણ આપી પુછ્યું હતું કે, શું તેઓ સરકાર બનાવવાની ઈચ્છા ધરાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, શિવસેના મળવા ગઈ તેના થોડા કલાક પહેલા જ સાથે ચૂંટણી લડેલી ભાજપે સરકાર બનાવવાનો દાવો રદ કરી પાછીપાની કરી હતી.

રાજ્યની 288 સીટ માટે થયેલી ચૂંટણીમાં ભાજપને 105 સીટ મળ્યા બાદ પણ 56 સીટ ધરાવતી શિવસેનાએ સોમવારે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ બાદમાં સોનિયા ગાંધી સાથે પણ ફોન પર વાત કરી હતી. એનસીપીના 54 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 44 ધારાસભ્યો છે.

અલગ અલગ ઘટનાક્રમની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ એક હોટલમાં પવાર સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં રાખ્યા હતા. આ બાજુ કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી શિવસેનાના એક માત્ર પ્રધાન અરવિંદ સાવંતે પણ પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

મુંબઈમાં રાજભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરે જણાવ્યું હતું કે, સરકાર બનાવવા માટે તેમની પાર્ટીનો દાવો હજુ પણ જેમનો તેમ જ છે. કેમ કે, કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીએ શિવસેનાને સમર્થન આપવાની સહમતી દર્શાવી હતી.

જો કે, આદિત્યએ કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાના સંખ્યાબળ એકઠું કરવા માટે વધું સમય આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે, અમે બંને પાર્ટી સાથે વાતચીત શરુ કરી દીધી છે. બંને પાર્ટીઓએ સૈદ્ધાંતિક રીતે સમર્થન આપવાની વાત કહી છે.

Intro:Body:

મહારાષ્ટ્રમાં કેવી રીતે બનશે સરકાર ? પવાર બેઠા કોંગ્રેસના ભરોસે !

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, કોણ મુખ્યપ્રધાન બનશે, જેને લઈ હજુ પણ રહસ્ય બની રહ્યું છે. રાજ્યતપાલે શિવસેના બાદ હવે એનસીપીને આજે સાંજે મળવા બોલાવ્યા છે. હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. શિવસેના તથા એનસીપી બંને પાર્ટીને કોંગ્રેસની રાહ છે. ત્યારે આવો જાણીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા 'રાજકીય ડ્રામા' વિશે... 

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સરકાર બનાવવા માટે આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પાર્ટી તેને લઈ મંથન કરી રહી છે. શિવસેનાનો સમય ખતમ થઈ ગયો છે. હવે રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે થઈ પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

એનસીપીને આજે સાંજના 8.30 સુધીની ડેડલાઈન મળી છે. આટલા સમયમાં તેને ખાસ્સી મથામણ કરવી પડશે. કોંગ્રેસ ધીમે ધીમે પોતાના પત્તા ખોલી રહી છે. જેને લઈ શરદ પવાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ આ બાબતે કોંગ્રેસ સાથે ચર્ચા કરી રહ્યા છે.

પવારે કહ્યું હતું કે, આજે એનસીપીની કોંગ્રેસ સાથે કોઈ બેઠક થવાની નથી. તથા આ અંગેની કોઈ જાણકારી પણ તેમની પાસે નથી. 

એનસીપી પ્રમુખ શરદ પવાર આજે લીલાવતી હોસ્પિટલમાં શિવસેના નેતા સંજય રાઉતની તબિયતના સમાચાર જાણવા પહોચ્યા હતા. સંજ્ય રાઉતને છાતીમાં દુખાવો છે. જેને લઈ સોમવારે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.

આ બાજુ એનસીપી નેતા અજીત પવારનું કહેવું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે, સામૂહિક લેવામાં આવશે.એટલા માટે અમે ગઈ કાલે કોંગ્રેસની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પણ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. આના પર અમે એકલા નિર્ણય ન લઈ શકીએ. બંને વચ્ચે કોઈ ગેરસમજ નથી, અમે એક સાથે ચૂંટણી લડ્યા છીએ અને એક સાથે જ છીએ.

બીજી બાજુ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોઈ નૈતિક જવાબદારી નથી. અસ્થિરતા માટે દોષારોપણ કરવું વ્યર્થ છે. આગળ જણાવ્યું કે, આ શિવસેના અને ભાજપની નિષ્ફળતા છે. જેને રાજ્યને રાષ્ટ્રપતિ શાસનના પટ સુધી લાવવા માટે મજબૂર કર્યા છે.

શિવસેનાને મળેલો સોમવારે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમાપ્ત થતાં રાજ્યપાલ કોશ્યારીએ સોમવાર રાતે એનસીપીને નિમંત્રણ આપ્યું અને પુછ્યું કે, શું તેઓ સરકાર બનાવવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવે છે. 

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે જણાવ્યું કે, એનસીપી પોતાની સહયોગી પાર્ટી કોંગ્રેસ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને મંગળવાર રાત 8.30 સુધીમાં રાજ્યપાલ સાથે મળશે.

પાટિલે કહ્યું કે, પ્રક્રિયા અનુસાર રાજ્યપાલે મહારાષ્ટ્રની ત્રીજા નંબરની સૌછી મોટી પાર્ટી હોવાને નાતે અમને પણ એક પત્ર મોકલ્યો છે. તથા અમે ભલામણ કરી છે કે, અમારી સહયોગી પાર્ટી સાથે આ અંગે વાતચીત કરશે. અમે રાજ્યપાલને આશ્વાસન આપ્યું છે કે, ટૂંક સમયમાં જ અમે ફરી પાછા આવીશું.

રાકાંપા ધારાસભ્ય દળના નેતા અજીત પવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબલ તથા ધનંજય મુંડે પણ પાટિલ સાથે આ અવસરે હાજર રહ્યા હતા.

શિવસેનાએ સોમવારે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં ભાજપને છોડી અમને સમર્થન કરવા માટે એનસીપી તથા કોંગ્રેસ રાજી થઈ ગયું છે.પણ રાજ્યપાલે નક્કી કરેલા સમય સુધીમાં તેઓ બંને પાર્ટી પાસેથી સમર્થન લેટર પ્રાપ્ત કરી શક્યા નહી. બાદમાં રાજ્યપાલે ત્રણ દિવસ માગેલા સમયને પણ ફગાવી દીધો હતો.

સરકાર બનાવવાની મથામણ છેલ્લા 18 દિવસથી ચાલી રહી છે અને બીજી બાજુ રાષ્ટ્રપતિ શાસના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસ વૈચારિક રીતે પોતાની હરીફ પાર્ટી શિવસેના સાથે જવામાં કોઈ ઉતાવળ કરવા માગતી નથી. તેથી કોંગ્રેસ પોતાની સહયોગી પાર્ટી એનસીપી સાથે પાક્કા પાયે બધું નક્કી કર્યા જ કોઈ નિર્ણય પર આવશે.

રાજ્યપાલે રવિવાર રાતે શિવસેનાને નિમંત્રણ આપી પુછ્યું હતું કે, શું તેઓ સરકાર બનાવવાની ઈચ્છા ધરાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, શિવસેના મળવા ગઈ તેના થોડા કલાક પહેલા જ સાથે ચૂંટણી લડેલી ભાજપે સરકાર બનાવવાનો દાવો રદ કરી પાછીપાની કરી હતી.

રાજ્યની 288 સીટ માટે થયેલી ચૂંટણીમાં ભાજપને 105 સીટ મળ્યા બાદ પણ 56 સીટ ધરાવતી શિવસેનાએ સોમવારે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ બાદમાં સોનિયા ગાંધી સાથે પણ ફોન પર વાત કરી હતી. એનસીપીના 54 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 44 ધારાસભ્યો છે.

અલગ અલગ ઘટનાક્રમની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ એક હોટલમાં પવાર સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં રાખ્યા હતા. આ બાજુ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિવસેનાના એક માત્ર પ્રધાન અરવિંદ સાવંતે પણ પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

મુંબઈમાં રાજભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરે જણાવ્યું હતું કે, સરકાર બનાવવા માટે તેમની પાર્ટીનો દાવો હજુ પણ જેમનો તેમ જ છે. કેમ કે, કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીએ શિવસેનાને સમર્થન આપવાની સહમતી દર્શાવી હતી.

જો કે, આદિત્યએ કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાના સંખ્યાબળ એકઠું કરવા માટે વધું સમય આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે, અમે બંને પાર્ટી સાથે વાતચીત શરુ કરી દીધી છે. બંને પાર્ટીઓએ સૈદ્ધાંતિક રીતે સમર્થન આપવાની વાત કહી છે.

Conclusion:
Last Updated : Nov 12, 2019, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.