નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાને રાખીને જ્યાં પોલીસ અને સરકાર ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટંસિંગ જળવાઇ રહે તેના પર ખાસ કામ કરી રહી છે, ત્યારે તિહાડ જેલમાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે, જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. જેને લીધે આ નિયમોને જેલ પ્રશાસન 100 ટકા લાગુ કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે.
જેલમાં આવનારા કેદીઓને પહેલા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે
જો કે, તિહાડ જેલના એડિશનલ આઇજી રાજકુમારનું કહેવું છે કે, આ નિયમનું પાલન કરવાના પુરતા પ્રયાસો થઇ રહ્યા છે. જેથી જેલમાં આવનારા કેદીઓને સીધા જેલ ન મોકલીને જેલની અંદર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેદીઓને બહારના લોકોન સંપર્કમાં જવા દેવામાં આવી રહ્યા નથી.
દરરોજ બહારથી આવનારા સ્ટાફની પણ તપાસ
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે દરરોજ જેલમાં આવનારા સ્ટાફની પણ તપાસ કરવામાં આવે છે. જે બાદ જ તેમને અંદર પ્રવેશ મળે છે.
9માંથી 8 જિલ્લામાં ક્ષમતા કરતા વધુ કેદીઓ બંધ
વધુમાં જણાવીએ તો તિહાડ જેલમાં 15 એપ્રિલ સુધી કેદીઓની સંખ્યા પર નજર કરીએ તો 9 જિલ્લાના આ કેદીઓને રાખવાની ક્ષમતા 5200 છે, પરંતુ તેમાં 10,309 કેદીઓને રાખવામાં આવ્યા છે. જેમાં જેલ નંબર 1,2, 3 અને 4માં ક્ષમતાથી બે-ત્રણ ગણા વધુ કેદીઓ બંધ છે. બસ આ જેલની જેલ નંબર 6 એક જ એવી જેલ છે, જ્યાં 400 કેદીઓની ક્ષમતા છે અને અહીંયા 311 મહિલા કેદીઓ બંધ છે.