ETV Bharat / bharat

ટેલિકોમ સેક્ટરમાં ઊભી થયેલી કટોકટી - સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન

2018ની નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસીમાં દેશભરમાં સૌને બ્રોડબેન્ડનું જોડાણ મળે તેવું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રખાયું હતું. 5 વર્ષમાં તે લક્ષ્યાંક પૂરો કરવાનો હતો અને GDPમાં ટેલિકોમ સેક્ટરનો હિસ્સો વધારીને 6% કરવાનો નિર્ધાર કરાયો હતો.

Crisis in the telecom sector
ટેલિકોમ સેક્ટરમાં ઊભી થયેલી કટોકટી
author img

By

Published : Mar 8, 2020, 11:15 PM IST

ન્યૂઝ ડેસ્ક: નવી ટેલિ-કમ્યુનિકેશન સિસ્ટમને કારણે 4 વર્ષમાં 40 લાખ રોજગારી ઊભી થશે તેવી પણ અપેક્ષા હતી. નવું મૂડીરોકાણ આવશે અને નવો થનગનાટ આવશે તેવી આશા હતી, પરંતુ તેના બદલે મહાભારતના કર્ણનું પૈડું ફસાઈ ગયું હતું, તેમ સમગ્ર સેક્ટર ફસાઈ ગયું છે.

આગામી સમયની પાંચમી જનરેશનની 5G સિસ્ટમ ખૂબ શક્યતાઓ ઊભી કરનારી જણાઈ રહી છે, પરંતુ ઘણી બધી ટેલિકોમ કંપનીઓ અત્યારે તે સિસ્ટમને લાગુ કરવાની સ્થિતિમાં દેખાતી નથી. 1999માં ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાની આવકના 8 ટકા એડવાન્સ્ડ ગ્રોસ રેવેન્યૂ (AGR) તરીકે, લાયસન્સ ફીના સ્વરૂપમાં કેન્દ્ર સરકારને આપવા માટે સહમતી દર્શાવી હતી.

જો કે, બાદમાં કંપનીઓએ અદાલતનો આશરો લીધો હતો કે AGR ગણવામાં કેન્દ્ર સરકાર ભૂલ કરી રહી છે. આ વિખવાદને કારણે ટેલિકોમ કંપનીઓએ સરકારને ચૂકવવાની થતી AGRની રકમ ભેગી થઈને 4.7 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે ગત ઑક્ટોબરમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે, AGR માટેની ચૂકવણી જતી કરી શકાય તેમ નથી. કંપનીઓએ આ રકમ વર્તમાન વર્ષના 23 જાન્યુઆરી સુધીમાં ચૂકવી દેવી જરૂરી હતી.

જો કે, કંપનીઓએ ચૂકણવી કરી નહોતી અને તેનાથી કડક વલમ લઈને સુપ્રીમ કોર્ટે 17 માર્ચ સુધીની આખરી મુદત આપી છે. આ મુદત સુધીમાં ચૂકવણી ના થાય તો ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરને અદાલતમાં હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ચેતવણી પછી ટેલિકોમ કંપનીના સંચાલકો વિમાસણમાં છે, કેમ કે આ જવાબદારી કેવી રીતે ચૂકવવી તે સવાલ છે. ટેલિકોમ વિભાગના અંદાજ અનુસાર ભારતી એરટેલ કંપનીએ 35,000 કરોડ રૂપિયા, જ્યારે વોડાફોન-આઇડિયાએ 53,000 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. ટાટા ટેલિસર્વિસીઝે 14,000 કરોડ રૂપિયા ભરવાના હતા. તેની સામે આ કંપનીઓએ પોતાની રીતે ગણતરી કરીને જણાવ્યું હતું કે તેઓએ માત્ર માત્ર 15થી 18 હજાર કરોડ રૂપિયા જ ચૂકવવાના થાય છે. વોડાફોન-આઇડિયાએ પોતાની રીતે ગણતરી કરીને કહ્યું હતું કે તેમણે માત્ર 18થી 23 હજાર કરોડ રૂપિયા જ ચૂકવવાના થાય છે.

ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ જાતે મૂકેલા આ અંદાજોની ખરાઈ કરવી પડે તેમ છે. પણ તેની સામે ટેલિકોમ વિભાગની પોતાની કોઈ સ્ટ્રેટેજી આવી નથી. કોઈ એવો રસ્તો માર્ગ કાઢવામાં આવ્યો નથી કે ખાનગી કંપનીઓ ચર્ચા કરીને આમાંથી કોઈ માર્ગ કાઢી શકે અને આર્થિક રીતે આવેલી કપરી સ્થિતિમાંથી બહાર નીકળી શકે. પરસ્પરના હિતમાં કોઈ વ્યૂહ ઘડી કાઢવામાં નહિ આવે તો દેશમાં ટેલિકોમ સેક્ટર માટે ટકી જવું મુશ્કેલ છે.

અભ્યાસો દર્શાવે છે કે, ભારતમાં હાલમાં દરેક ગ્રાહક સરેરાશ મહિને 11 GB ઇન્ટરનેટ ડેટા વાપરે છે. 2018માં દેશમાં કુલ ડેટાનો વપરાશ 460 અબજ GB થાય અને 2024 સુધીમાં તે વધીને 1,600 અબજ GB થઈ જાય તેવો અંદાજ છે. સ્માર્ટફોનમાં જ ઇન્ટરનેટ મળતું થયું હોવાથી વિવિધ પ્રકારની સેવાઓ સીધા ગ્રાહકના હાથમાં જ આવી ગઈ છે.

સસ્તા ડેટાના કારણે 2024 સુધીમાં ભારતમાં સ્માર્ટફોનની સંખ્યા 110 કરોડને પાર કરી જશે તેવો અંદાજ છે. 2018માં ભારતમાં બ્રોડબેન્ડ કનેક્શન ગ્રાહકોની સંખ્યા 6.1 કરોડ હતી. આગામી 4 વર્ષમાં તે વધીને 12.5 કરોડ થઈ જશે તેવો અંદાજ છે.

JIOના આગમન સાથે ભારતમાં દુનિયામાં સૌથી સસ્તો એટલે કે માત્ર 8 રૂપિયામાં એક GB ડેટા મળતો થઈ ગયો છે. સસ્તા ભાવે ડેટા આપવાની સ્ટ્રેટેજીના કારણે ટેલિકોમ કંપનીઓની આવક 2017-19 દરમિયાન ઘટવા લાગી હતી. તેના કારણે કંપનીઓ પણ બંધ થવા લાગી છે. સુપ્રીમ કોર્ટે 15 કંપનીઓને AGR ચૂકવણી કરવા માટે જણાવ્યું છે, પણ તેમાંથી હાલમાં માત્ર 3 કંપનીઓ જ અસ્તિત્ત્વમાં છે!

આવી સ્થિતિમાં વોડાફોન કંપનીએ તો કહી પણ દીધું છે કે, તેમના માટે ભારતમાં કામકાજ બંધ કરી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. ટેલિકોમ વિભાગની માગણી પ્રમાણે 53,000 કરોડ રૂપિયા ભર્યા પછી કામકાજ ચાલુ રાખવું શક્ય નથી એમ કંપની કહે છે. ટેલિકોમ વિભાગે હાલમાં જ GST ચૂકવવા માટે પણ નોટિસો પાઠવી છે. સાથી જ લાયસન્સ ફીની પડતર રકમ વ્યાજ સાથે ચૂકવવા જણાવ્યું છે.

આ બધાને કારણે ટેલિકોમ કંપનીની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે. વોડાફોનના જણાવ્યા અનુસાર સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન દ્વારા AGRની પડતર રકમ ચૂકવવા માટે કેટલીક રાહતની માગણી થઈ રહી છે. આમ છતાં સ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. એટલું જ નહીં મોબાઇલ ડેટાની કિંમત 7થી 8 ઘણી વધાર્યા સિવાય છૂટકો નથી. હાલના સંજોગોમાં જો સરકાર મહત્ત્વના પગલાં નહિ લે તો ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન પૂર્ણપણે સાકાર થઈ શકશે નહિ.

15 વર્ષ પહેલાં તે વખતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે IT અને ટેલિકોમ સેક્ટરના વખાણ કરતાં કહ્યું હતું કે તેમના કારણે દરેક નાગરિકની જ્ઞાનની ભૂખ વૈજ્ઞાનિક અને ટેક્નોલૉજીની રીતે પૂરી કરવાનું શક્ય બની રહ્યું છે. તેના કારણે ગ્રાહકો વધવા લાગ્યા હતા અને સાથે જ આર્થિક દરજ્જો પણ દેશનો વધવા લાગ્યો હતો.

ગ્રાહકોની સતત વધી રહેલી માગને કારણે IT અને ઈન્ટરનેટ ઑફ થિંગ્ઝના ક્ષેત્રમાં નવો વિકાસ થઈ રહ્યો છે. સાથે જ 5G ટેક્નોલૉજીને કારણે મોબાઇલ સેવા સામાન્ય લોકોના હાથમાં વધુ ને વધુ સર્વિસ પૂરી પાડી રહી છે.

કેન્દ્ર સરકારે 2018ની ટેલિકોમ પોલિસીમાં જણાવ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં 5G સેવા ગ્રાહકોના આંગણે પહોંચાડી દેવાશે. વિશ્વભરના દેશોની કક્ષાએ સેવા પૂરી પાડવાની વાત હતી, પણ હજી તેમાં તૈયારીઓ જ થઈ રહી છે. ઑગસ્ટ 2018માં ટ્રાઈએ નિર્ણય કર્યો હતો કે તે માટેના દર મેગા હર્ટ્ઝના 492 કરોડ રૂપિયા લેવામાં આવશે. ટ્રાઈ આ નિર્ણય વિશે પુનઃવિચાર કરવા તૈયાર નથી.

એરટેલ કંપનીએ જણાવી પણ દીધું છે કે, તે આટલા મોંઘા ભાવના સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેશે નહીં. 5G સેવા આપવા માટે 50,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવું પડે તેમ છે, તે શક્ય નથી એમ કંપનીને લાગે છે.

દુનિયાભરમાં અત્યારે 40 જેટલી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ તે માટેની તૈયારીઓ કરી શકી નથી. વૈશ્વિક કંપનીઓની જેમ ભારતીય કંપનીઓ જરૂરી મૂડીરોકાણ કરી શકી નથી.

એવું કહેવામાં આવે છે કે, ચીને વિકસાવેલી 5G ટેક્નોલૉજી પશ્ચિમના દેશો સામે સ્પર્ધામાં ભારતને સાનુકૂળ થાય તેવી છે. જો કે, આ બાબતમાં શું કરવું તેનો નિર્ણય ભારત સરકારે અને તેમના રાજકીય વ્યૂહકારોએ લેવાનો છે.

તેની સામે વર્તમાન સમયે જૂનું ચૂકવણું કરવાના કારણે ભીંસમાં આવેલી અને 5G સેવા માટે નવું રોકાણ કરવા માટે મુશ્કેલીમાં મૂકાયેલી ટેલિકોમ કંપનીઓને રાહત થાય તેવી કોઈ નીતિ કેન્દ્ર સરકારે વિચારવી પડશે. ટેલિકોમ કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે માટે સરકારે કોઈક પગલાં લેવાં પડશે અને જરૂરી રાહતો આપવી પડશે. તેના કારણે આ કંપનીઓને બચાવી શકાશે અને ભવિષ્યમાં 5G ટેક્નોલૉજીના ફાયદા લઈ શકાશે!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.