ETV Bharat / bharat

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની કહાનીઃ 2001માં રાજ્ય પ્રધાનની પોલીસ સ્ટેશનમાં જઇને હત્યા કરી હતી - કાનપુરમાં 8 પોલીસકર્મી શહીદ

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને એટીએફની ટીમે કુખ્યાત આરોપી વિકાસ દુબેને ઠાર માર્યો છે. કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરે દબોચવા ગયેલી પોલીસની ટીમ પર થયેલા ફાયરિંગમાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર 60થી વધુ કેસ દાખલ છે. જાણો આ હિસ્ટ્રીશીટરની પુરી સ્ટોરી...

vikas dubey
vikas dubey
author img

By

Published : Jul 10, 2020, 12:42 PM IST

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને એટીએફની ટીમે કુખ્યાત આરોપી વિકાસ દુબેને ઠાર માર્યો છે. કાનપુરમાં ગુરૂવારે મોડી રાત્રે કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરે પહોંચેલી પોલીસની ટીમ પર થયેલા ફાયરિંગમાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. આ ફાયરિંગમાં 5 પોલીસકર્મી સહિત અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારના બિકરૂ ગામની છે.

જાણીએ કોણ હતો વિકાસ દુબે

વિકાસ દુબેએ 1993થી અપરાધિક દુનિયામાં પગલુ માંડ્યું હતું. કેટલાય યુવકોની સાથે પોતાની ગેંગ બનાવી અને લૂંટ, મર્ડર જેવા ભયંકર અપરાધોને અંજામ આપવા લાગ્યો હતો. શિવલી વિસ્તારના બિકરૂ ગામ નિવાસી વિકાસ દુબે વિરૂદ્ધ 52થી વધુ કેસ યૂપીના કેટલાય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યા છે. તેના પર પોલીસે હજારોનું ઇનામ પણ રાખ્યું હતું. હત્યા અને હત્યાના પ્રયાસના મામલે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

મોટા નેતાઓના સંપર્કમાં હતો વિકાસ

કાનપુર નગરથી લઇને દેશભરમાં વિકાસ દુબેનું નેટવર્ક મોટું હતું. પંચાયત, નિકાય, વિધાનસભાથી લઇને લોકસભા ચૂંટણી સમયે રાજનેતાઓને બુલેટના ભાવ પર બેલેટ અપાવવાનો જાણે તેનો શોખ બની ગયો હતો. આ દરમિયાન તેના સંપર્કમાં સપા, બસપા, ભાજપના મોટા નેતાઓ સાથે થયો હતો. 2001માં તેને ભાજપ સરકારના પ્રધાનને પોલીસ સ્ટેશનમાં અંદર ઘુસીને ગોળીએથી ઉડાવ્યો હતો. હાઇ પ્રોફાઇલ મર્ડર બાદ શિવલીના ડૉને કોર્ટમાં સરેન્ડર કર્યું અને થોડા મહિના બાદ તેને જામીન પર બહાર લાવવામાં આવ્યો હતો. જે બાદ તેના રાજનેતાઓના સંરક્ષણમાં રાજનીતિમાં એન્ટ્રી કરી અને નગર પંચાયત અધ્યક્ષની ચૂંટણી જીતી હતી.

શિવરાજપુરથી નગર પંચાયત અધ્યક્ષની ચૂંટણી જીતી

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની યૂપીના ચાર રાજકીય દળોમાં સારી પકડ હતી. 2002ના સમયે જ્યારે માયાવતી સૂબેની મુખ્ય પ્રધાન હતી, ત્યારે તેને સિક્કો બિલ્હોર, શિવરાજપુર, રનિયા, ચોબેપુરની સાથે કાનપુરમાં ચાલતો હતો. આ દરમિયાન તેના જમીનો પર ગેરકાયદે કબ્જાની સાથે અન્ય ગેરકાયદાકીય સંપતિ બનાવી હતી. જેલમાં રહેવા દરમિયાન શિવરાજપુરથી નગર પંચાયત અધ્યક્ષની ચૂંટણી જીતી હતી. બસપા સરકારના એક કદાવર નેતા સાથે તેના ગાઢ સંબંધ હતા. ચૂંટણીની જાણ મળતા જ તેને પાંખો બહાર નીકાળી અને તે બાદ તેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર ભાજપના એક ધારાસભ્ય સાથે તેનો છત્રીસનો આંકડો હતો અને બિલ્હોર, શિવરાજપુર, ચોબેપુર નગર પંચાયત અધ્યક્ષની ખુરશી પર પોતાના ખાસ લોકોને જીતાડવા માટે રાખવામાં આવ્યો હતો.

જીતના જશ્ન બાદ સંતોષ શુક્લાથી થયો વિવાદ

1996ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચોબેપુર વિધાનસભા સીટથી હરિકૃષ્ણ શ્રીવાસ્તવ અને ભાજપના સંતોષ શુક્લા વચ્ચે ભારે સ્પર્ધા થઇ હતી. વિકાસ દુબેએ શ્રીવાસ્તવને જીતાડવા માટે ફરમાન જાહેર કર્યું હતું. જે દરમિયાન સંતોષ શુક્લા અને વિકાસની વચ્ચે અનબન થઇ હતી. ઇલેક્શન હરિકૃષ્ણ શ્રીવાસ્તવે જીત્યો હતો. વિકાસ અને તેના સાગરિતો તેનો જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન સંતોષ શુક્લા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. વિકાસે તેની કાર રોકીને ગાળો અને અપશબ્દો શરુ કર્યા હતા. બંને તરફથી ભારે ઝપાઝપી થઇ હતી. જે બાદ વિકાસે સંતોષ શુક્લાને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ વર્ષ સુધી સંતોષ શુક્લા અને વિકાસની વચ્ચે જંગ શરુ રહી અને એ દરમિયાન બંને તરફથી કેટલાય લોકોના જીવ ગયા હતા.

રાજ્ય પ્રધાનની પોલીસ સ્ટેશનમાં જઇને હત્યા

વર્ષ 2001માં યુપીમાં ભાજપ સરકાર બની, તો સંતોષ શુક્લાને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જે બાદથી વિકાસ દુબેના માઠા દિવસો શરુ થયા હતા. તે જ સમયે વિકાસ બસપાની સાથે જ ભાજપના નેતાઓના સંપર્કમાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સંતોષ શુક્લા અને વિકાસ દુબે વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યા નહીં. જે દરમિયાન સંતોષ શુક્લાએ સત્તાના બળ પર તેના એન્કાઉન્ટરનો પ્લાન બનાવ્યો હતો. જેની જાણ વિકાસને થઇ તો આ સંતોષને મારવા માટે પોતાના સાગરિતોની સાથે નીકળી પડ્યો હતો. 2001માં સંતોષ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે વિકાસ તેના સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો અને સંતોષ શુક્લા પર ફાયરિંગ શરુ કર્યું હતું. તે જીવ બચાવવા માટે શિવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ વિકાસ ત્યાં પણ પહોંચ્યો અને લોકઅપમાં છુપાયેલા સંતોષને બહાર લાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

જો પોલીસ ચેતી હોત તો આ ઘટના બની ન હોત

જે રીતે પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણમાં સીઓ સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા, તો કહેવામાં આવે છે કે, જો વિકાસ દુબેના કેસમાં પોલીસ સાચું પ્લાનિંગ કરીને ચાલી હોત તો કદાચ આટલી મોટી ઘટના ન બની હોત.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.