ETV Bharat / bharat

બાળકો પર કોવિડ-19નો પ્રભાવ, બાળકોને શાળાએ મોકલવા કેટલું સલામત ? - સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ 2

કોરોના વાઈરસને કારણે ભારતમાં તેમજ દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે દરમિયાન વેકેશન પુરુ થતા શાળા પણ ખુલશે. આ કોરોના વાઈરસના ફેેલાવા વચ્ચે બાળકને શાળાએ મોકલવું કે નહિ? કોરોના વાઈરસની બાળક પર કેટલી અસર થાય છે? જેવા સવાલોના જવાબ જાણવા માટે વાચો આ વિશેષ અહેવાલ...

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ
author img

By

Published : May 20, 2020, 8:19 AM IST

ન્યૂઝ ડેસ્ક: કોરોના મહામારીના પ્રભાવને પગલે સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક મહિનાઓથી લોકડાઉન હેઠળ છે. નિયંત્રણોને તબક્કાવાર રીતે ધીમે-ધીમે હટાવાઈ રહ્યાં છે. કેટલાક દેશોમાં શાળાઓ ખુલી ગઇ છે, તો અન્ય કેટલાક દેશો શાળા ખોલવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, વાલીઓ દ્વિધામાં છે કે, જો શાળાઓ શરૂ થઇ, તો તેમનાં બાળકોને શાળાએ કેવી રીતે મોકલવાં? તે માટે તકેદારીનાં કયાં પગલાં ભરવાં?

આ સ્થિતિમાં, બાળકોને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા કેટલી છે અને શું તેઓ સહેલાઇથી સાજા થઈ જશે? વિજ્ઞાનીઓનું આ વિશે શું કહેવું છે? શું આ વિષય પર કોઇ અભ્યાસો થયા છે?... વગેરે પ્રશ્નો મહત્વના છે.

બ્રિટિશ સંશોધકો જણાવે છે કે, કોવિડનો પ્રભાવ વધુ હોય તેવા, ચીન, ઇટાલી, અમેરિકા જેવા દેશોમાં 18 વર્ષ કરતાં ઓછી વયનાં બે ટકા કરતાં પણ ઓછાં બાળકો સંક્રમિત થયા હતા. જોકે, કેટલાક સંશોધકો એ હકીકત પર પ્રકાશ પાડે છે કે, પુખ્ત લોકોની તુલનામાં બાળકો વધુ સંક્રમણનો ભોગ નથી બન્યાં, કારણ કે અત્યાર સુધી શાળાઓ બંધ છે અને બાળકો તેમનાં ઘરોમાં છે. હોંગ કોંગના સંશોધકો જણાવે છે કે, તેઓ એસિમ્પટોમેટિક હોવાથી તેમના પર સઘન ટેસ્ટ હાથ ધરાયા ન હતા.

શાળાઓ થકી સામાજિક પ્રસાર ન થાય, તે માટે તમામ નિવારાત્મક પગલાં સુનિશ્ચિત કર્યા બાદ જ શાળાઓ ખોલવી જોઇએ. ‘લેન્સેટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, શેનઝેન (ચીન)માં માર્ચ મહિનામાં હાથ ધરાયેલા સંશોધનના આધારે જાણવા મળ્યું હતું કે, 10 વર્ષ કરતાં ઓછી વયનાં જે બાળકો પુખ્તોની સાથે ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા, તેમનામાં ઓછાં, ગૌણ લક્ષણો જોવા મળ્યાં હતાં. સક્રિય ધોરણે ટેસ્ટ હાથ ધરાઇ રહ્યાં છે, તેવા દક્ષિણ કોરિયા, ઇટાલી અને આઇસ લેન્ડ જેવા દેશોમાં બાળકોમાં વાઇરસના ઇન્ફેક્શનનું પ્રમાણ ઊંચું નથી.

વાઇરસના ધીમા વાહકો!

અભ્યાસ દર્શાવે છે કે, એક કોવિડ પોઝિટિવ છોકરા (9)એ ફ્રાન્સના આલ્પ્સ પ્રદેશની ત્રણ શાળાની મુલાકાત લીધી હોવા છતાં, કોઇને પણ વાઇરસનો ચેપ લાગ્યો ન હતો. ઓસ્ટ્રેલિયાના વાઇરોલોજિસ્ટ્સે શરૂઆતથી જ ચાલી રહેલી સિંગાપોરની શાળાઓનાં ‘બાળકોમાં વાઇરસના પ્રસાર’ પર અભ્યાસ હાથ ધર્યો છે. તેમણે જણાવ્યું છે કે, પરિવારના અન્ય સભ્યોની તુલનામાં, બાળકો આઠ ટકાના ધીમા દરે વાઇરસનો પ્રસાર કરે છે.

રોગપ્રતિકારકતાનું સ્તર વધારવામાં તફાવત

જુદા-જુદા સંશોધકોએ દર્શાવ્યું છે કે, પુખ્ત લોકોની તુલનામાં બાળકો વધુ કાર્યક્ષમતા સાથે કોવિડ-19નો સામનો કરે છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને આકર્ષનારૂં એ-2 એન્ઝાઇમ બાળકોનાં ફેફસાંમાં ઓછી હાજરી ધરાવે છે. આથી જ વાઇરસનો ચેપ ધરાવનારાં બાળકોમાં કોઇ લક્ષણો દેખાતાં નથી અથવા તો કેટલીક વખત તદ્દન ઓછાં લક્ષણો દેખા દે છે. માત્ર કેટલાંક બાળકો જ ગંભીર રીતે બિમાર થાય છે અને તેમાંથી ઘણાં ઓછાં બાળકો મૃત્યુ પામે છે.

અન્ય એક દલીલ એ છે કે, 15 વર્ષ કરતાં ઓછી વયનાં બાળકો ઘણી વખત શરદી, ખાંસી અને અસ્થમા જેવા વાઇરસનો ભોગ બનતા હોય છે અને તેના કારણે બનેલાં એન્ટિબોડીઝ હવે SARS-CoV-2 (સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ 2) સાથે લડી રહ્યાં છે.

નાની વયનાં બાળકોમાં વાઇરસના ઇન્ફેક્શન પર સાઇટોકાઇન્સ બનવાનું પ્રમાણ ઓછું હોય છે. આ કારણસર, તેમનાં અન્ય આંતરિક અવયવો સામે કોઇ ખતરો સર્જાતો નથી. જુદા-જુદા દેશોના સંશોધકો એ તારણ પર પહોંચ્યા છે કે, પુખ્ત વ્યક્તિઓમાં સાઇટોકિન સ્ટ્રોકના વધતા જોખમ સાથે મૃત્યુ સંકળાયેલું છે. એકંદરે, બાળકોને શાળાએ મોકલતાં પહેલાં વર્ગખંડમાં તેમની બેસવાની વ્યવસ્થા તથા સ્કૂલ વાનને વારંવાર ડિસઇન્ફેક્ટ કરવી, વગેરે બાબતોની પૂરતી કાળજી લેવી જોઇએ.

બાળકોના સ્વાસ્થ્યને થયેલું નુકસાન

“190 દેશોના 157 કરતાં વધુ વિદ્યાર્થીઓ લોકડાઉનને કારણે શાળાથી વંચિત રહ્યા છે. શાળાઓનું મધ્યાહન ભોજન ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોના આરોગ્ય પર તેની વિપરિત અસર પડી છે. આશરે 37 દેશોમાં 12 કરોડથી વધુ બાળકોને રસી આપી શકાઇ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં જ જાહેરાત કરી હતીઃ 'અમે આ સમયે ભારતમાં 40 ટકા બાળકોને રસી આપવા માટે સક્ષમ નથી."

બહેતર ઉપાય

  • શાળા ખોલવાનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓ ભૂતકાળની જેમ જૂથ રચીને બેઠાં હોય. તદ્દન નવી તકનીક અપનાવવી પડશે.
  • ફિઝીકલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરવા માટે વર્ગખંડની બેન્ચ/ખુરશીઓને દૂર-દૂર રાખવી જોઇએ.
  • જગ્યાની સમસ્યા ઉકેલવા માટે વર્ગને બે જૂથોમાં વહેંચી દેવામાં આવે અને દરેક જૂથને સપ્તાહમાં ચાર દિવસ શિક્ષણ આપવામાં આવે, તે હિતાવહ છે.
  • અડધા વર્ગો ઓનલાઇન લેવા જોઇએ. ખાનગી શાળા માટે આ સુવિધા શક્ય છે, જ્યારે સરકારી શાળાઓને શરૂઆતમાં મુશ્કેલી પડી શકે છે.
  • તમામ બાળકો માટે માસ્ક પહેરવાં અને હાથની સ્વચ્છતા જાળવવી, વગેરે પગલાં ફરજીયાત હોવાં જોઇએ.
  • શાળાની આસપાસની જગ્યાને નિયમિતપણે ડિસઇન્ફેક્ટ કરવી જોઇએ. બાળકો માટે સેનિટાઇઝર્સ પ્રાપ્ય બનાવવાં જોઇએ.
  • રમત-ગમતનાં મેદાનોને હજી થોડા વધુ સમય સુધી બંધ રાખવાં જોઇએ.

અન્ય દેશોની શાળાઓની શું સ્થિતિ છે?

  • ફ્રાન્સમાં એવી શરતો છે કે, દરેક વર્ગમાં 15 વિદ્યાર્થી હોવા જોઇએ અને દરેક વિદ્યાર્થીએ માસ્ક પહેરવું ફરજીયાત છે.
  • ડેન્માર્ક અને જર્મનીમાં દરેક વિદ્યાર્થીએ માસ્ક પહેરવું ફરજીયાત છે. દરેક વર્ગખંડમાં પ્રત્યેક ખુરશી વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જળવાઇ રહે, તે રીતે ખુરશીઓ ગોઠવવામાં આવી છે.
  • તાઇવાનમાં વિદ્યાર્થીઓની વચ્ચે કાર્ડ બોર્ડ્ઝ ગોઠવીને ફિઝિકલ ડિસ્ટન્સ ઊભું કરવામાં આવ્યું છે.
  • સ્વિડનમાં શાળાઓ બંધ થઇ નથી. તેઓ હાથની સફાઇ, માસ્ક પહેરવાં અને ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન વગેરે સુનિશ્ચિત કરે છે.
  • ચીનમાં તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગને સેનિટાઇઝ કરવામાં આવે છે અને માસ્ક પહેરવું ફરજીયાત છે.
  • બ્રિટનની શાળાઓ બે ટકા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવી છે.
  • ઓસ્ટ્રેલિયામાં પૂરતી તકેદારી સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે. બાળકોને શાળાએ મોકલવાં કે નહીં, તેનો નિર્ણય માતા-પિતાએ લેવાનો રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.