નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં 418 લોકોનો ભોગ લીધો છે. દેશભરમાં કુલ મૃત્યુઆંક 14,894 પર પહોંચ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 16, 922 કેસ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 75 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1 લાખ 86 હજાર પાંચસો ચૌદ એક્ટિવ કેસ છે, જ્યારે 2 લાખ 71 હજાર કરતાં પણ વધારે લોકોએ સ્વસ્થ થઈ કોરોનાને માત આપી છે.
બુધવારે કેન્દ્રિય સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે સૌથી પ્રભાવિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ ટોચ પર છે.
રાજ્ય | પોઝિટિવ કેસ | મોત |
મહારાષ્ટ્ર | 1,42,900 | 6,739 |
નવી દિલ્હી | 70,390 | 2,365 |
તમિલનાડુ | 67,468 | 866 |
ગુજરાત | 28,943 | 1,735 |
ઉત્તરપ્રદેશ | 19,557 | 596 |
કોરોના વાઈરસને લીધે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6739 લોકોના મોત થયાં છે, જ્યારે દિલ્હીમાં 2365, ગુજરાતમાં 1735, તમિલનાડુમાં 866 અને ઉત્તરપ્રદેશમાં 596 લોકોના મોત થયાં છે.