ETV Bharat / bharat

કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મળી શકે છે મંજૂરી: ડો. હર્ષવર્ધન

કોરોના વેક્સિનના ડ્રાય રન અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મંજૂરી આપવામાં આવી શકે છે.

ડો હર્ષવર્ધન
ડો હર્ષવર્ધન
author img

By

Published : Jan 1, 2021, 6:47 PM IST

  • કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મળી શકે છે મંજૂરી: ડો. હર્ષવર્ધન
  • પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કરી જાહેરાત
  • 2 જાન્યુઆરીએ તમામ રાજ્યો અને UT દ્વારા કોવિડ-19 રસીનું કરાશે ડ્રાય રન

નવી દિલ્હી: કોરોના વેક્સિનના ડ્રાય રન અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મંજૂરી આપવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 2 જાન્યુઆરીના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 રસીકરણનું ડ્રાય રન કરવામાં આવશે. જેથી રસીકરણ અભિયાનમાં આવનારા પડકાર અને યોજનાના અમલીકરણ વચ્ચે આવનારી તકલીફો અંગે માહિતી મેળવી શકાય. આ કવાયતને તમામ રાજ્યની રાજધાનીઓમાં ઓછામાં ઓછા ત્રણ સત્ર સ્થળે શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કેટલાક રાજ્યોમાં આ કવાયત એવા જિલ્લાઓમાં પણ યોજવામાં આવશે જ્યાં પહોંચવું સરળ નથી અને માલ-સામાન સંબંધી સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા નથી.

મંત્રાલયે જણાવ્યું કે, "કોવિડ-19 રસીકરણનું ડ્રાય રન એ વાસ્તવિક વાતાવરણમાં કો-વિન એપ્લિકેશનના ઉપયોગની સંભાવનાનું મૂલ્યાંકન કરવું, આયોજન અને અમલીકરણ વચ્ચેની કડીનું પરીક્ષણ કરવું અને પડકારોને ઓળખવા તેમજ વાસ્તવિક રસીકરણ પહેલા યોગ્ય દિશા નિર્દેશ મેળવવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના રસીકરણનો પૂર્વ અભ્યાસ શરૂ કરવા અને યોગ્ય તૈયારી શરૂ કરવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.