નવી દિલ્હી : કોરોનાના સંકટ વચ્ચે શૈક્ષણિક કાર્યને કેવી રીતે આગળ ધપાવવામાં આવે તેને લઇને યુનિવર્સીટીઓને UGCએ આદેશ બહાર પાડ્યા છે. UGCએ કહ્યું કે હવે યુનિવર્સીટી જુલાઇમાં પરીક્ષા લઇ શકશે.
UGCએ કહ્યું કે સૌ પ્રથમ ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવશે. આ સાથે નવા શૈક્ષણિક સત્રનો અભ્યાસ ઓગષ્ટથી શરૂ કરવામાં આવશે. જ્યારે યુનિવર્સીટીમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓનો ક્લાસ સપ્ટેમ્બરમાં શરૂ થશે.
આ સાથે UGCએ આદેશ આપ્યો છે કે, જુલાઇમાં થનારી પરીક્ષાનો સમય ત્રણ કલાકથી ઓછો કરી બે કલાક કરવામાં આવશે. જે મુજબ પ્રશ્ન પત્ર પણ તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર વચ્ચે યુનિવર્સીટીને પોતાની રીત મુજબ પરીક્ષાનું માળખુ તૈયાર કરવા જણાવ્યું છે. આ તકે પરીક્ષા ઓનલાઇન અથવા ઓફલાઇન ગમે તે રીતે લઇ શકે છે.
UGC તરફથી યુનિવર્સીટીને આદેશ આપ્યો છે કે છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ 31 જુલાઇ અને અન્ય સેમેસ્ટરના રીઝલ્ટ 14 ઓગષ્ટ સુધીમાં જાહેર કરવામાં આવે. તમામ યુનિવર્સીટીની પરીક્ષા ઓગષ્ટમાં શરૂ થશે.