ETV Bharat / bharat

કોરોના ટેસ્ટ વધીને દરરોજ 95,000 થયા: આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન - લોકડાઉનની અસર ભારતમાં

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને શનિવારે કહ્યું હતું કે, કોવિડ-19ના પરીક્ષણ વધીને દરરોજ લગભગ 95,000 થઈ ગયાં છે, જ્યારે 332 સરકારી અને 121 ખાનગી પ્રયોગશાળાઓમાં અત્યાર સુધીમાં કુલ 15 લાખ 25 હજાર 631 પરીક્ષણો કરવામાં આવ્યાં છે.

etv bharat
કોરોના વાઇરસના ટેસ્ટ વધીને દરરોજ 95,000 થયા : આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન
author img

By

Published : May 10, 2020, 12:29 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને શનિવારે કહ્યું હતું કે, કોવિડ-19ના પરીક્ષણ વધીને દરરોજ લગભગ 95,000 થઈ ગયા છે, જ્યારે કુલ 332 સરકારી અને 121 ખાનગી પ્રયોગશાળાઓમાં અત્યાર સુધીમાં કુલ 15 લાખ 25 હજાર 631 પરીક્ષણો કરવામાં આવ્યાં છે. આરોગ્ય પ્રધાને ઉત્તર પૂર્વી રાજ્યોની કોવિડ -19 પરિસ્થિતિ અને તેના પ્રસારને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી હતી. તેમણે તમાકુના ઉપયોગને રોકવા અને જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ મૂકવા માટે નક્કર પગલા ભરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, આ સંક્રમણના ફેલાવાને રોકવામાં મદદ કરશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમના પ્રતિનિધિઓ સાથેની ઉચ્ચ-સ્તરની બેઠકમાં હર્ષવર્ધને કોવિડ -19થી લડવાની તમામ રાજ્યોના સમર્પણની પ્રશંસા કરી છે. નિવેદનમાં હર્ષવર્ધનને ટાંકીને કહ્યું છે કે, "આ એક મોટી રાહત છે અને ઉત્તર પૂર્વના મોટાભાગના રાજ્યોમાં" ગ્રીન ઝોન "છે તે જોઇને ખૂબ આનંદ થાય છે.

આજની તારીખમાં કોવિડ-19નો કેસ ફકત આસામ અને ત્રિપુરામાં જ બાકી રહી ગયા છે. અન્ય તમામ રાજ્યો ગ્રીન ઝોનમાં છે. ચાલો આપણે 'ઓરેંજ ઝોન'ને ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવા માટે એક સાથે મળીને કામ કરીએ." તેમણે કેટલાક રાજ્યોમાં મોટા પ્રમાણમાં ચાવતા તમાકુનું સેવન કરવાની અને જાહેર સ્થળોએ થૂંકવાની સમસ્યા તરફ પણ ધ્યાન દોર્યુ હતું. હર્ષવર્ધને ચાવવાવાળા તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મુકતા રાજ્યોની પ્રશંસા કરતા કહ્યું કે, "આ દિશામાં સખત પગલાં લેવાની જરૂર છે".

સ્વાસ્થ્ય પ્રધાને કોવિડ -19 તપાસ વિશે કહ્યું કે, "દેશમાં ટેસ્ટની સંખ્યા વધી છે અને તે 332 સરકારી અને 121 ખાનગી પ્રયોગશાળાઓને કારણે દરરોજ 95,000 થઈ ગઈ છે. કોવિડ -19 ની હજી સુધી 15 લાખ 25 હજાર 631 તપાસ હાથ ધરવામાં આવી છે." શનિવારે સવારે આઠ વાગ્યે ત્રિપુરામાં 118, આસામમાં 59, મેઘાલયમાં 12, મણિપુરમાં બે, જ્યારે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં કોરોના વાઇરસ સંક્રમણના એક-એક મામલા સામે આવ્યા છે. મેઘાલય અને આસામમાં અત્યાર સુધીમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા રાજ્યોએ સરહદી વિસ્તારોમાં પ્રવેશ સ્થળો પર તમામ લોકોની દેખરેખ માટે યોગ્ય પગલા લેવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.