ETV Bharat / bharat

કોવિડ-19 રાહત પેકેજ: ભાડુત ખેડુતો ( ભાગીયા) ફરી એકવાર બાકી રહ્યા છે

આઇ.આઇ.એમ-અમદાવાદ ખાતેના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરના પ્રોફેસર સુખપાલસિંઘના જણાવ્યા અનુસાર કોવિડ-19 ફાટી નીકળવાના કારણે થયેલા લોકડાઉનની સૌથી વધુ અસર ભાડુત ખેડુતો ( ભાગીયા) ને થઇ છે.

કોવીડ-19
કોવીડ-19
author img

By

Published : May 16, 2020, 8:04 AM IST

બેંગલુરુ: પરપ્રાતિંય કામદારો, નાના ખેડુતો અને ગરીબ વ્યક્તિઓ માટેનું બીજા તબક્કાનું નાણાકીય ઉત્તેજના પેકેજ ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે જેમાં ભાડુત ખેડુતો ( ભાગીયા) ને રાહત આપવામાં આવી નથી.

આઇ.આઇ.એમ-અમદાવાદ ખાતેના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચર પ્રોફેસર સુખપાલસિંઘના જણાવ્યા અનુસાર કોવિડ-19 ફાટી નીકળવાના કારણે થયેલા લોક ડાઉનની સૌથી વધુ અસર ભાડુત ખેડુતો ( ભાગીયા)ને થઇ છે.

જેમાં વધુ મુશ્કેલીઓ ઉમેરો કરી રહ્યા છે તે છે લણણી પછીના માર્કેટિંગના જોખમો, જેને ધ્યાન પર જ લેવામાં આવ્યા નથી. સુખપાલ,વધુમાં જણાવે છે કે, આ ઉત્તેજના પેકેજ કેવી રીતે પૂરતું નથી અને ખેડૂતો માટે ઘણું કરવાની જરૂર છે.

લક્ષ્યની ચિંતા

સુખપાલ મુજબ, નાબાર્ડ દ્વારા રૂ. 30,000 કરોડના સૂચિત વધારાના પુન:ર્ધિરાણ સહાયતા દેશના કુલ 11 કરોડ ખેડુતોમાંથી માત્ર 3 કરોડ ખેડૂતને આવરી લેશે.

તેમણે જણાવ્યું કે “ જોકે એ સારી વાત છે કે આ કટોકટીના સમયમાં કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે વધારાના નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, પરંતુ આ 3 કરોડ નાના અને સીમાંત ખેડુતોને ખરેખર લક્ષ્યમાં કેવી રીતે લેવામાં આવ્યા તે સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી .

કેસીસીની અસરકારકતા

ડેટાનો ઉલ્લેખ કરી, સુખપાલે જણાવ્યું હતું કે, કુલ કિસાન ક્રેડિટ કાર્ડ્સ (કેસીસી) માં માત્ર 10-11 ટકા માન્ય છે.

આવા સંજોગોમાં, નાણાકીય લાભો કે જે ફક્ત કેસીસીના આધારે વધારવામાં આવ્યા છે, તે ફક્ત સિમિત સંખ્યામાં ખેડૂતો સુધી પહોંચશે.

આ ઉપરાંત, તેમણે નિરીક્ષણ કર્યું છે કે, કે.સી.સી જમીન માલિકી ખેડુતો માટે હોવાને કારણે ભાડુત ખેડુતો ( ભાગીયા) માટે સમાંતર-મુક્ત ( જામીન વિનાની ) લોન વધુ મદદરૂપ થઈ હોત.

લણણી પછીના માર્કેટિંગના જોખમો

સુખપાલે જણાવ્યું હતું કે, "ખેતીમાં એક મહત્વનું પાસું જે આજે સંપૂર્ણપણે અસ્પૃશ્ય રહ્યું છે તે માર્કેટીંગના જોખમો છે જે ખેડુતો માટે એક મોટો પડકાર છે."

"યોગ્ય માળખાકીય સુવિધાઓ, વેરહાઉસિંગ અને પ્રાપ્તિની કાર્યવાહીના અભાવથી પુરવઠા અને માંગની કડીના વિક્ષેપ ચાલુ રહેશે અને પરિણામે ખેડુતો વધુ ઉત્પાદન તો કરશે પરંતુ ખરીદીના અભાવે બધુ બગડશે."

રેશનકાર્ડની પોર્ટેબીલીટી (સુવાહ્યતા) પર

સુખપાલે ધ્યાન દોર્યું છે કે ‘એક રાષ્ટ્ર એક કાર્ડ’ યોજના અંતર્ગત રેશનકાર્ડની પોર્ટેબિલિટીએ આવકાર્ય પગલું છે.

જો કે, તેમણે નિરીક્ષણ કર્યું છે કે સરકારે બે મહિના ઉપરાંત મફત રશનની જાહેરાત કરી જોઇતી હતી

તેમણે ઉમેર્યું હતું કે, આ અસર થોડા સમય માટે ચાલશે, તેથી વધારાના રેશન માટે વધારાના પૈસા ફક્ત બે મહિના માટે જ આપવાના ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.