જમ્મુ-કાશ્મીર: સંઘ પ્રદેશના શીખ સમુદાયના લોકોએ શનિવારે જણાવ્યું હતું કે, તેઓ કોવિડ-19ના રોગચાળાને પગલે ઘરમાં રહીને જ બૈશાખી પર્વ ઉજવવાની અકાલ તખ્તની અપીલનું પાલન કરશે.
શીખ સંગઠનોએ સંયુક્ત નિવેદન આપતા જણાવ્યું કે, અમે જાધાર અકાલ તખ્ત સાહિબ, અમૃતસર દ્વારા કરેલી અપીલને અનુસરીશું અને બૈશાખી પર કોઈપણ પ્રકારનો મેળાવડો ટાળીશું. લોકડાઉનનું પાતન કરી અમે અમારા ઘરમાં જ રહીને પ્રાર્થના કરીશું.
શીખ યુનાઇટેડ મોરચો, શિરોમણિ અકાલી દળ, શીખ વેલ્ફેર સોસાયટી, સેવા સોસાયટી, શીખ નૌજવાન સભા, શીખ વિદ્યાર્થી ફેડરેશન અને જિલ્લા ગુરુદ્વારા પ્રબંધક સમિતિઓના વિવિધ સભ્યોએ ફોન પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અકાલ તખ્ત દ્વારા શીખ સમુદાયને બૈશાખીની ઉજવણી ઘરમાં રહીને જ કરવા જણાવ્યું હતું.