હૈદરાબાદ: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64,399 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 21,53,010 પર પહોંચી ગયો છે. જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓ માંથી રિકવર થયેલાની સંખ્યા અત્યાર સુધીમાં 14,80,884 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 43,379 લોકોના મોત થયા છે.
- મધ્ય પ્રદેશ
રવિવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 868 નવા કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 39025 અને મૃત્યુઆંક વધીને 996 પર પહોંચી ગયો છે.
- મુંબઈ
રવિવારે મુંબઈમાં કોરોના ચેપના નવા 1066 કેસ નોંધાયા છે અને 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ શહેરમાં કેસની કુલ સંખ્યા વધીને 1,23,397 થઈ ગઈ છે. આમાંથી 96,586 લોકો સાજા થયા છે અને હજી પણ 19,718 કેસ સક્રિય છે. તો આ સાથે 6796 લોકો મૃત્યુ પામ્યા છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોનાના 12248 નવા કેસ નોંધાયા છે અને 390 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 515332 થઈ ગઈ છે. તેમાંથી 1,45,558 કેસ સક્રિય છે, 3,51,710 લોકો સાજા થયા છે. તો આ સાથે 17,757 લોકો મૃત્યુ પામ્યા છે.
- હરિયાણા
હરિયાણામાં રવિવારે 792 નવા કોરોના કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 41,635 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 483 પર પહોંચી ગયો છે.
- કર્ણાટક
રવિવારે કર્ણાટકમાં કોરોનાના 5985 નવા કેસ નોંધાયા છે અને 107 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ કુલ સંખ્યા 178087 પર પહોંચી ગઈ છે, જેમાં 80973 કેસ સક્રિય છે અને 3198 લોકો મૃત્યુ પામ્યા છે.
- આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં રવિવારે કોરોનાના 10820 નવા કેસ નોંધાયા છે અને 97 લોકોના મોત નીપજ્યા છે. જે બાદ અહીં કેસની કુલ સંખ્યા 2,27,860 છે. આમાંથી, 87,112 કેસ સક્રિય છે, 138712 લોકો સાજા થયા છે અને 2036 લોકો મૃત્યુ પામ્યા છે.
- ગુજરાત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મૃત્યુ નોંધાયા છે.રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 71,064 પર પહોંચી ગઈ છે. જેમાંથી 14,272 કેસ સક્રિય છે અને 54138 લોકો સાજા થયા છે. તો આ સાથે 2654 લોકો મૃત્યુ પામ્યા છે.
- પંજાબ
પંજાબમાં રવિવારે કોરોનાના 987 નવા કેસ નોંધાયા છે અને 24 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 23903 છે, જેમાં 7908 સક્રિય કેસ છે. 15319 લોકો સાજા થયા છે અને 586 લોકોના મોત થયા છે.
- ઉત્તરાખંડ
રવિવારે ઉત્તરાખંડમાં 230 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 9632 પર પહોંચી ગઈ છે, જેમાં 3334 સક્રિય કેસ, અને 6134 લોકો સાજા થયા છે. તો આ સાથે 125 લોકોના મોત થયા છે.