હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશભરમાં 1.82 કરોડ કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. લેબોરેટરીની ક્ષમતા વધારવામાં આવી રહી છે. દેશમાં હાલ 1321 લેબોરેટરી છે. જેમાં 907 લેબ સરકારી છે, જ્યારે 414 લેબ ખાનગી છે. કેન્દ્ર સરકારના, ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટના અભિયાનથી વાઈરસના પોઝિટિવ દરમાં ઘટાડો થયો છે. વર્તમાન સમયમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાઈરસનો પોઝિટિવ દર 10 ટકાથી ઓછો છે.
દિલ્હી
- 1093 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા
- કુલ આંકડો 1.34 લાખ, કુલ મૃત્યુઆંક 3936
- છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મૃત્યુ થયા હતાં.
- દિલ્હી હાઈકોર્ટે 14 ઓગસ્ટ સુધી કાર્યવાહી સ્થગિત કરી છે.
મહારાષ્ટ્ર
- છેલ્લા 24 કલાકમાં 11,147 નવા કેસ નોંધાયા છે.
- કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 11 હજારથી વધુ છે.
- છેલ્લા 24 કલાકમાં 266 લોકોના મૃત્યુ થયાં છે.
- કુલ મૃત્યુઆંક 14,729 પર પહોંચ્યો છે.
- આજના દિવસે 8860 લોકો રિકવર થયાં હતાં.
- કુલ રિકવર લોકો 2 લાખ 48 હજારથી વધુ છે.
- રાજ્યનો રિકવરી દર 60.37 ટકા છે.
- મૃત્યુ દર 3.58 ટકા છે.
- રાજ્યમાં 20 લાખ 70 હજારથી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
તમિલનાડુ
- છેલ્લા 24 કલાકમાં 5864 કેસ નોંધાયા છે.
- કુલ કેસની સંખ્યા 2 લાખ 39 હજારથી વધુ છે.
- આજે 97 લોકોના મૃત્યુ થયા હતાં.
- રાજ્યમાં કુલ 3838 લોકોના મૃત્યુ થયા છે.
- 1 લાખ 78 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- કુલ 25 લાખ 97 હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશ
- છેલ્લા 24 કલાકમાં 10 હજાર નવા કેસ નોંધાયા છે.
- કુલ કેસની સંખ્યા 1 લાખ 30 હજારથી વધુ છે.
કર્ણાટક
- છેલ્લા 24 કલાકમાં 6128 કેસ નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મોત થયાં છે.
- આજે 3793 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળ
- આજે 46 લોકોના મોત થયાં હતા.
- છેલ્લા 24 કલાકમાં 2434 કેસ નોંધાયા હતા.
- કુલ કેસની સંખ્યા 67,692 છે.
બિહાર
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે સરકારી કચેરીઓમાં 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી કડક નિયમો લાગુ કરાવામાં આવ્યા છે.
- કુલ કેસની સંખ્યા 48 હજાર છે.