ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટ, વાંચો રાજ્યવાર આંકડા...

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે.

કોરોના
કોરોના
author img

By

Published : Jul 23, 2020, 10:53 PM IST

હૈદરાબાદ: દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય દેશોની તુલનામાં, રીકવરી રેટ વધી રહ્યો છે જ્યારે મૃત્યુદર ઘટી રહ્યો છે. નોવેલ કોરોના વાઇરસ રોગચાળાને ડામવા માટે ભારતે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યા પછી આ 121 મો દિવસ છે અને કોવિડ -19 ના કુલ કેસ 12 લાખના આંકડાને વટાવી ગયા છે.

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા

ગુજરાત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાએ આંકડો 50 હજાર વટાવી દીધો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1078 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 28 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 52,563 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે ગુરુવારે 718 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાજ્યમાં 886 નવા કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી વધુ 243 કોરોના કેસ જોધપુરમાંથી બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓ વધીને 33,220 થયા છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર રુકલાનો નામ નથી લઈ રહ્યા. રોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે, 632 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. નવા દર્દીઓ બાદ, મધ્યપ્રદેશમાં કોરોનાના કુલ 25,474 દર્દીઓ થયા છે.

કેબિનેટ પ્રધાન અરવિંદ ભદોરીયાને કોવિડ -19 માટે પોઝિટિવ આવ્યા પછી ભોપાલની ચિરાયુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજેપી પ્રધાને એક દિવસ પહેલા કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો.

દિલ્હી

અધિકારીઓએ જણાવ્યું છે કે દિલ્હીમાં કોવિડ 19 ની સંખ્યા 1,27,364 થઇ ગઇ છે, જેમાં આજે નવા 1,041 કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 3,745 થઇ ગયો છે, ગુરુવારે દિલ્હી આરોગ્ય વિભાગના બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરીના વાઇરસથી 26 લોકોના મોત નોંધાયા છે.

બિહાર

જનતા દળ (યુનાઇટેડ) ના નેતા બિંદી યાદવ બિહારમાં કોવિડ -19 ના સંક્રમણનો શિકાર બન્યા છે. બિંદી યાદવ જેડીયુ એમએલસી મનોરમા દેવીના પતિ છે. રાજ્યમાં પ્રતિ મિલિયન વસ્તીમાં 3423 નું પરીક્ષણ ગુણોત્તર નોંધાયેલું છે, જ્યારે મૃત્યુ દર 0.69% છે.

બિહારમાં અત્યાર સુધીમાં 30,369 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10,506 કેસ હજી સક્રિય છે. કોવિડ -19 ને કારણે 217 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.