હૈદરાબાદ: કોવિડ-19નો રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. મંગળવારે દેશમાં COVID-19 ને કારણે 24 કલાકમાં 587 મૃત્યુ નોંધાયા છે અને 37,148 નવા કેસ નોંધાયા છે.
ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 50 હજાર વટાવી દીધો છે. 24 કલાકમાં 1026 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 34 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 50465 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 744 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
દિલ્હી
જુલાઈના પહેલા અઠવાડિયા સુધી દિલ્હીની લગભગ 23% વસ્તી કોરોના વાઇરસથી સંક્રમિત હતી, 27 જૂનથી 10 જુલાઇની વચ્ચે રાજધાનીના 11 જિલ્લાઓમાં 20,000 થી વધુ લોકોને આવરી લેતા સિરોલોજીકલ સર્વે કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર
પૂણેની પિમ્પરી ચિંચવાડની 30 વર્ષીય મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે , જે કોવિડ 19 પોઝિટિવ આવી હતી અને તે હોમ આઇસોલેશનમાં હતી, દરમિયાન તે 17 જુલાઈના રોજ સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા મુંબઇ એરપોર્ટથી દુબઇ જઇ રહી હતી.
તેલંગાણા
હૈદરાબાદની સેન્ટ એંડ્ર્યુની શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ COVID19 ને ધ્યાનમાં રાખીને સ્કૂલ ફીમાં ઘટાડો કરવાની માંગણી કરી વિરોધ નોંધાવ્યો. એક વિરોધ કરનાર કહે છે, " શાળાના લોકોએ અમને અગાઉની ફી નીચૂકવણીની જેમ જ ફી ચૂકવવાનું કહ્યું હતું જેથી અમે તોનો વિરોધ કરી રહ્યા છીએ."
મધ્યપ્રદેશ
મંગળવારે સાંજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની 82 કેદીઓમાંથી 67 અને બરેલી સબ જેલના ત્રણ ગાર્ડ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. કોરોના વાઇરસ કેસની સંખ્યામાં વધારો થતાં, મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યની રાજધાનીની 17 સૌથી અસરગ્રસ્ત સ્થળોએ હવે પાંચ દિવસનું શટડાઉન કરવામાં આવશે.
ઓડિશા
મુખ્યપ્રધાન નવીન પટનાયકે ખુર્ડા અને કટક જિલ્લામાં આગામી ત્રણ મહિના માટે નવી સમર્પિત કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો ચલાવવા માટે મુખ્યપ્રધાન રાહત ભંડોળ (સીએમઆરએફ) માંથી રૂપિયા 20.64 કરોડની મંજૂરી આપી છે.
ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 201 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. અને આ સાથે, તે રાજ્યનો સૌથી મોટો COVID હોટસ્પોટ બની ગયું છે.
ઝારખંડ
ઝારખંડના ધનબાદથી એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ઝારખંડના ધનબાદ જિલ્લાના કટરાસમાં કોવિડ -19 ને કારણે એક પરિવારના 6 સભ્યોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક 88 વર્ષીય મહિલા અને તેના પાંચ પુત્રોનો સમાવેશ થાય છે જેઓ 4 જુલાઇથી 21 જુલાઈની વચ્ચે મૃત્યુ પામ્યા હતા.