ETV Bharat / bharat

જાણો દેશના અલગ અલગ રાજ્યોમાં કોવિડ-19ની શું છે સ્થિતિ... - કોવિડ-19

કોવિડ-19 માહામારી દેશભરમાં ફેલાઇ રહ્યો છે. તેમ છતાં રિકવરી રેટ વધારે છે. જો કે, કેસોની સતત વધતી સંખ્યા ચિંતાનું કારણ છે. જાણો દેશભરની મુખ્ય COVID-19 વિષેની માહિતી...

કોવિડ -19
કોવિડ -19
author img

By

Published : Jun 12, 2020, 11:56 PM IST

હૈદ્રાબાદ: કોવિડ-19 માહામારી દેશભરમાં ફેલાઇ રહ્યો છે. તેમ છતાં રિકવરી રેટ વધારે છે. જો કે, કેસોની સતત વધતી સંખ્યા ચિંતાનું કારણ છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા

ગુજરાત

ગુજરાતના અમદાવાદમાં COVID-19ની પરિસ્થિતિ વધુ વણસી જતા દર્દીઓને સારવાર માટે નજીકના જિલ્લાઓમાં ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સતત 10 દિવસ સુધી દરરોજ 300 જેટલા કેસ નોંધાયા બાદ જિલ્લા કલેક્ટર અને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતાવાળી સમિતિએ કોરોના વાઇરસ પછીના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના સંભવિત પગલાઓ વિશે પોતાનો અહેવાલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપ્યો હતો.

નવી દિલ્હી

રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 કેસોમાં આવેલા ઉછાળા વચ્ચે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકાર દ્વારા આપવામાં આવેલી એડવાઇઝરી મુજબ હોસ્પિટલોને કોઈ પણ જાતની વિગતો લીધા વગર 15 મિનિટની અંદર દર્દીઓને દાખલ કરવા આદેશ આપ્યો છે. એડવાઇઝરી મુજબ, દર્દીના એડમિટ થયા પછીના સમયથી 60 મિનિટની અંદર ડૉકટરો દ્વારા તપાસ કરવી જરુરી છે.

મહારાષ્ટ્ર

મુખ્યપ્રધાન કાર્યાલય (CMO)એ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં લોકડાઉન વધારવામાં નહીં આવે અને કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે લોકોની ભીડને ટાળવા લોકોને અપીલ કરી હતી.

વિશ્વવિખ્યાત "વારિ" (યાત્રાધામ)ની શનિવારથી પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં ફક્ત 50 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે અને સમગ્ર શહેરમાં 144ની કલમ લાગુ રહેશે.

કર્ણાટક

તોરાંગલ્લુ સ્થિત જિંદાલ સ્ટીલની ફેક્ટરી અને તેની ટાઉનશીપમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. સાવચેતીના પગલા તરીકે, 10,000થી વધુ કામદારોને હોમ ક્વોરેન્ટાઇન પર મોકલવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત ટાઉનશીપ અને આસપાસના ગામોમાં 20 જેટલા વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ COVID-19 લક્ષણોવાળા લોકોને ઓળખવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કર્યું છે.

હિમાચલ પ્રદેશ

રાજ્યના વહીવટી તંત્રે રાજ્યની તમામ સગર્ભા સ્ત્રીઓ પર લક્ષણ વગર અથવા એસિમ્પટમેટિકને ધ્યાનમાં લીધા વગર COVID-19નો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર પરીક્ષણ નિયત તારીખના એક અઠવાડિયા પહેલા લેવામાં આવશે.

ઉત્તરાખંડ

પતંજલિ આયુર્વેદના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણના અનુસાર, કંપનીએ કોરોના વાઇરસ સામે એક રસી વિકસાવી છે, જેના માટે તેઓ ક્લિનિક નિયંત્રણ ટ્રાયલના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. જેના પછી તેઓ તેને કોરોના સામેની રસી જાહેર કરશે જે વૈશ્વિક ધોરણોને લાયક બનાવશે.

મધ્યપ્રદેશ

મોટા વિકાસમાં, ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ભોપાલ એઈમ્સના સહયોગથી ઈન્દોર અને ભોપાલના હોટસ્પોટ પ્રદેશોમાં સર્વે કરશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વૉરિયરનો ટેસ્ટ કરવામાં આવશે અને બીજા તબક્કામાં રહેવાસીઓનો પરીક્ષણ કરવામાં આવશે.

આ સર્વે હેઠળ, કોવિડ-19ના ફેલાવા પર નજર રાખવા અને લોકોમાં બ્લડ સીરમનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, કે શું વાઇરસ સમુદાયમાં ટ્રાન્સમિશન થયો છે કે કેમ અને લોકોમાં કલેક્ટીવ ઇમ્યુનિટી વિકસી છે કે કેમ.

હરિયાણા

રાજ્યની તમામ શાળાઓ 15 ઑગસ્ટ પછી ખુલશે. અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે, જુલાઇના મધ્યમાં શાળાઓ ખોલવામાં આવશે.

બિહાર

રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 6043 થઈ છે. કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે. એક અહેવાલ અનુસાર 1 જૂનથી 11 જૂન સુધીમાં કુલ 2141 નવા કેસ નોંધાયા છે.

ઝારખંડ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં શુક્રવાર સાંજ સુધીમાં કુલ 1,607 કેસ નોંધાયા છે. સાવચેતીના પગલા તરીકે, લગભગ 55 હજાર લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

છત્તીસગઢ

રાજ્ય વહીવટીતંત્રએ જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે અને ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.