નવી દિલ્હી : ભારતમાં કોરોનાના 78,524 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 68 લાખને પાર થઈ છે. જ્યારે 58,27,705 લોકો અત્યારસુધીમાં કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આજે કોરોનના નવા કેસ સામે આવતા દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 68,35,656 થઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 971 લોકોના મોત થયા છે. ત્યારે કુલ મૃત્યુઆંક 1,05,526 પર પહોંચ્યો છે.
![કોરોનાના કેસમાં ફરી વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 78,524 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9093074_zxc.jpg)